દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમ ચાલી રહી છે. ત્યારે તહેવાર ટાળે મુસાફરીના ભાડામાં બમ્મણો વધારો થતો હોય છે. જ્યારે અમદાવાદથી દિલ્હીનું વન-વે એરફેર સામાન્ય દિવસો કરતાં પાંચ ગણું વધીને રૂપિયા 21 હજારને પાર થઈ ગયું છે. રજાઓ છેલ્લી ઘડીએ મંજૂર થયાબાદ છેલ્લે છેલ્લે પ્રવાસનું આયોજન કરનારાઓએ પણ પ્રવાસ માટે ચાર થી પાંચ ગણું એરફેર ચૂકવવું પડશે. અમદાવાદથી દિલ્હીની વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં એરફેર રૂપિયા ચાર હજારની આસપાસ હોય છે. પરંતુ દિવાળી અગાઉ એટલે કે 30 ઓક્ટોબરના મહત્તમ એરફેર રૂપિયા 21 હજાર નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે ‘દલ્હી બડી દૂર હૈ’ કહેવાત આ પરિસ્થિતી સાર્થક કરે છે. કેમ કે અમદાવાદથી દીલ્હી જવા કરતા દુબઈ જવું વધું સસ્તુ દેખાય રહ્યું છે. અમદાવાદથી દુબઇ માટે વન-વે એરફેર રૂપિયા રૂપિયા 13340 છે. આમ, દિલ્હી કરતાં પણ દુબઇ જવું વધારે મોંઘુ થયું છે. દિલ્હીથી અમદાવાદનું વન-વે એરફેર આ જ અરસામાં રૂપિયા 2500થી રૂપિયા 4100ની આસપાસ છે. આ ઉપરાંત અમદાવાદથી ચેન્નાઈ માટે રૂપિયા 19398, કોલકાતા માટે રૂપિયા 17318 જ્યારે ચંડીગઢ-ગોવા માટે રૂપિયા 13 હજારથી વધુ એરફેર છે. જાણકારોના મતે, એરલાઇન્સ દ્વારા દિવાળીના મહિનાઓ પહેલા જ અમુક ટિકિટ બ્લોક કરી દેવામાં આવે છે. દિવાળી નજીક આવે તેમ તેઓ વધુ ભાવ સાથે આ ટિકિટ રિલિઝ કરવા લાગે છે.
