SG હાઈવે પર બનશે પાંચ ફૂટ ઓવર બ્રિજ..

અમદાવાદ: ગુજરાતના મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદના સુપ્રસિધ્ધ માર્ગો માંથી એક એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યાને લઈ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાતા અવાર નવાર નજરે પડતા હોય છે. ઉલ્લેખનીય છે કે એસજી હાઈ વે પર રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. ત્યારે રાહદારીઓને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર 20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે.

SG હાઈવે પર બનશે ફૂટ ઓવર બ્રિજ બનશે

અમદાવાદમાં વઘતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોને ટાળવા માટે AMC અને નેશનલ હાઈવે ઓથોરિટીએ SG હાઈ વે પર 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં એક એસ.જી.હાઇવે પર પકવાન ફલાય ઓવર બ્રિજ અને ઈસ્કોન ફલાય ઓવર બ્રિજની વચ્ચે, જ્યારે બીજો થલતેજ અન્ડરપાસ અને પકવાન ફલાય ઓવર બ્રિજની વચ્ચે, એલીવેટેડ કોરીડોર અને થલતેજ અન્ડરપાસ વચ્ચે, ગોતા ફ્લાય ઓવર બ્રિજ અને એલિવેટ કોરીડોરની વચ્ચે અને નિરમા યુનિવર્સિટી નજીક 20 કરોડ રૂપિયાના ફૂટ ખર્ચે ઓવર બ્રિજ બનાવશે. જેનું કામ 2024માં જ શરૂ કરી દેવામાં આવશે. બીજી તરફ એસ.પી. રીંગ રોડ પર 108ના અંદાજે 80થી 100 વાહનો માટે પાર્કિંગની સુવિધા ઊભી કરાશે.