અમદાવાદ- કેન્દ્રીયપ્રધાન પરશોત્તમ રૂપાલા આજે મંગળવારે ભારત સરકારની ચાર વર્ષની યોજનાઓ પર આયોજિત પ્રદર્શનનો શુભારંભ કરાવશે. ભારત સરકારના લોક સંપર્ક અને સંચાર બ્યૂરો દ્વારા પાંચ દિવસીય રંગીન તસવીરી પ્રદર્શનનું આયોજન કરાશે.
આ પ્રદર્શનનું ઉદઘાટન કેન્દ્રીયપ્રધાન રૂપાલા મંગળવારે બપોરે 12.15 કલાકે શ્રી રવિશંકર રાવળ કલા અકાદમી, લો-ગાર્ડન ખાતે કરશે. આ પ્રદર્શન જાહેર જનતા માટે વિના મૂલ્યે તારીખ 14-08-2018 થી 18-08-2018ના રોજ સવારે 10 થી સાંજે 7 કલાક સુધી ખુલ્લું રહેશે.
ભારત સરકારની છેલ્લા 4 વર્ષની પ્રજા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી નીતિઓ અને યોજનાઓની સિદ્ધિઓ દર્શાવતા રંગીન તસવીરો આ પ્રદર્શનમાં નિહાળી શકાશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળના લોક સંપર્ક અને સંચાર બ્યૂરો દ્વારા – “દેશનો વધતો વિશ્વાસ – સાફ નિયત સહી વિકાસ” આ પાંચ દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.