અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણના આંકડાઓમા ઉતરા-ચઢાવની વચ્ચે કોરોનાથી થતા મોતમાં પણ હેરાફેરી થવાના આરોપ લાગ્યા છે. કેટલાંક રાજ્યોના સ્મશાનગૃહો પર શબોની સંખ્યાના સરકારી દાવાઓને ખોટા સાબિત કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા એક માર્ચથી 10 મે સુધી 1,23,871 મૃત્યુના પ્રમાણપત્ર જારી કર્યા છે. જે ગયા વર્ષની તુલનાએ 65,000 વધુ છે. આ સમયગાળામાં 58,000 ડેથ સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યા હતા. આ આંકડા રાજ્યના 33 જિલ્લા અને આઠ મોટાં શહેરોની નગરપાલિકાઓ દ્વારા આ ડેથ સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યાં હતાં. જોકે સરકારી આંકડાઓ અનુસાર આ સમયગાળામાં 33 જિલ્લાઓમાં કોરોના વાઇરસથી 4218 લોકોનાં મોત થયાં છે.
રાજ્યનાં સ્મશાનગૃહોમાં શબાને અગ્નિદાહ આપ્યાની સંખ્યા ઘણી વધુ છે. રાજ્યમાં કોરોનાથી થનારાં મોતોની હકીકત એ છે કે સ્મશાનગૃહોમાં મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે લાંબી લાઇનો લાગી રહી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કોરોનાથી થનારાં મોતાના રિપોર્ટિંગની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે મોટ સંખ્યામાં થયેલાં મોતોની જવાબદારી લેવી જોઈએ અને ડેટામાં ઘાલમેલ કરનારા અધિકારીઓની સામે કાર્યવાહી કરવી જોઈએ.
આ આંકડા સામે આવ્યા પછી હવે સરકારના આંકડાઓ પર સવાલ ઊભા થયા છે કે આખરે રાજ્યમાં આટલાં મોત થવા પાછળ કયું કારણ જવાબદાર છે શું રાજ્ય સરકાર કોરોનાથી થનારાં મોતોના આંકડાઓ ઓછાં કરીને તો નથી દેખાડવામાં આવ્યાં.
જોકે આ વિશે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યના મૃત્યુના આંકડા છુપાવવામાં આવતા હોવાના અહેવાલ આવ્યો છે. પરંતુ ડેથ સર્ટિફિકેટની આધાર બનાવીને મૃત્યુની સંખ્યા કરવામાં આવી છે, જે યોગ્ય નથી. કોરોના મૃત્યુથી સરખામણી કરવામાં આવી છે એ યોગ્ય અને સત્ય નથી.