અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. લોકલ ટ્રાન્સમિશનનું જોખમ ગુજરાતમાં સતત વધી રહ્યું છે. ઘણા દર્દીઓ એવા છે કે જેમની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી જ નથી. ત્યારે ગુજરાતમાં વધુ 19 જેટલા કેસ નોંધાયા છે અને રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 165 પર પહોંચી ગઈ છે. ગુજરતના તમામ શહેરો અને જિલ્લાઓ પૈકી સૌથી વધારે 77 કેસ અમદાવાદના છે.
પાટણમાં કુલ ત્રણ કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં 3040 કુલ ટેસ્ટ થયા, જેમાં 2835 નેગેટિવ અને 165 પોઝિટિવ છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધી કુલ 12 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યના કુલ 17 જિલ્લામાં કોરોના પહોંચી ગયો છે.
અમદાવાદમાં નવા 13 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 77 પર પહોંચી ગઈ છે. તો પાટણ જિલ્લામાં નવા 3 કેસ નોંધાવાની સાથે ત્યાં કુલ સંક્રમિતોનો આંકડો 5 પર પહોંચી ગયો છે. ભાવનગરમાં એક કેસ નોંધાયા ત્યાં કુલ આંકડો 14 પર પહોંચ્યો છે. તો સારબકાંઠા અને આણંદમાં પણ એક-એક કેસ નોંધાયો છે.