અમદાવાદઃ ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીએ પોતાનું જોર બતાવવાનું શરુ કર્યું છે. અત્યારે હિમાલયના રાજ્યોમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઉત્તર પૂર્વમાંથી આવી રહેલા પવનોથી ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. ગઈકાલ રાતથી ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીએ જોર પકડ્યું છે. કચ્છના નલિયામાં અત્યારે તાપમાન 5 ડિગ્રી છે.
હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી દિવસોમાં હજુ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટે તેવી શક્યતા છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી 30 ડિસેમ્બરના રોજ પશ્ચિમી હિમાલય અને જમ્મુ-કાશ્મીર પર જોવા મળશે, જેની મેગા અસર ગુજરાત પર જોવા મળશે. 31 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ઉત્તરના રાજ્યો ઉપરાંત ગુજરાત અને તેની આસપાસના રાજ્યોમાં કમોસમી વરસાદની શક્યતા છે. જેને કારણે બે-ચાર દિવસમાં ઠંડીનું જોર વધુ રહેશે.
તો કાશ્મીરમાં ચિલ્લઈ કલાનનો પ્રારંભ પણ ગત રવિવારથી થઈ ગયો છે. કાશ્મીરનું પ્રખ્યાત દાલ સરોવર થીજવાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ, ઉત્તર ભારતના મેદાની વિસ્તારોના ઉત્તર પ્રદેશ, દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કાતિલ કોલ્ડવેવ ચાલી રહ્યો છે.
ગુરુવારે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રીની આસપાસ નોધાયું હતું. બે દિવસ બાદ ઠંડીનુ જોર વધશે. આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યના શહેરોના લઘુતમ તાપમાન ઘટશે જેના કારણે ફરીથી કડકડતી ઠંડીની શરૂઆત થશે.
એક નવું વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આગામી તા. ૩૦મીના રોજ પશ્ચિમી હિમાલય અને તેને અડીને આવેલા જમ્મુ અને કાશ્મીરને અસર પહોંચાડશે. આના કારણે ૩૧મી ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી સુધી ઉત્તરના રાજયો ઉપરાંત ગુજરાતને અડીને આવેલા પશ્ચિમી મધ્ય પ્રદેશમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેને ધ્યાનમાં લેતા આગામી બેથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં ઠંડી છવાયેલી રહેવાની શકયતા છે.