ગુજરાતમાં ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ની ઉજવણી

અમદાવાદઃ પ્રતિવર્ષ 2 ફેબ્રુઆરીએ લોકો અને પૃથ્વી માટે વેટલેન્ડના મહત્વ વિષે જાગૃતિ ફેલાવવા માટે ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ની ઉજવણી કરવામાં આવે છે.

આ નિમિતે ગુજરાત સાયન્સ સિટી દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (ગુજકોસ્ટ) સાથે ગઈ કાલે ખાસ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈન ઉજવણીમાં માનવજાત અને પૃથ્વી માટે વેટલેન્ડનું મહત્વ અને તેના સંવર્ધન અને સસ્ટેનેબલ ઉપયોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ અંતર્ગત ઉદય વોરા, ચીફ કઝર્વેટર ફોર ફોરેસ્ટ (રીટાયર્ડ), ગુજરાત, ડો. કેતન તાટુ, સિનિયર સાયંટિસ્ટ, ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર, ડો, જયેન્દ્ર લખ્મપુર્કા, ડાયરેક્ટર, ગુજરાત ઇકોલોજી સોસાયટી, વડોદરા અને ડૉ રંજિતસિંહ દેવકર, પ્રોફેસર, ઝૂઑલૉજી, એમએસ યુનિવર્સિટી વડોદરા દ્વારા માહિતીસભર સંવાદ આપવામાં આવ્યા હતા.

ગુજરાત સાયન્સ સિટીના એકઝીક્યુટિવ ડિરેક્ટર એચ.સી. મોદીએ ગુજરાત સાયન્સ સિટી વતી મહેમાનોનું સ્વાગત કર્યું હતું . તેમણે વર્લ્ડ વેટલેન્ડ ડેના મહત્વ વિષે જણાવ્યું હતું. ગુજરાતના વેટલેંડ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યુ કે ગુજરાત સૌથી વધુ વેટલેંડ ધરાવે છે. તેમણે એની માહિતી આપી હતી અને માર્બલ ટીલ અને ગ્રેટર ફ્લેમિંગો જેવા દુર્લભ પક્ષીઓ અને વનસ્પતિ વિષે પણ જણાવ્યું હતું,

ડો. કેતન તાટુએ વેટલેંડની ઇકોલોજિકલ વેલ્યૂ અને સર્વિસિસ વિષે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું.

ઉદય વોરાએ વિવિધ વિદેશી પક્ષીઓ, વેટલેંડ અને તેમણે કયા વેટલેંડ આકર્ષે છે તે વિષે જણાવ્યું હતું.

ડો. જયેન્દ્ર લખ્મપુર્કાએ ગુજરાતમાં ઇકોસિસ્ટમની પરસ્થિતિ અને તેના સંવર્ધનની જરૂરિયાત વિષે જણાવ્યું હતું.

 

ડૉ રંજિતસિંહ દેવકરએ ગુજરાત પ્રદેશના પક્ષીઓ અને તેના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય અંતર્ગત ચર્ચા કરી હતી.

જામનગર સ્થિત ગુજરાતનું ખીજડીયા પક્ષી અભ્યારણ ચોથી રામસેર સાઇટ જાહેર થઈ હોવાથી ગુજરાતના વેટલેંડનું આંતરરાષ્ટ્રીય મહત્વ પણ વધી જાય છે. અહીં 300થી વધુ વિદેશી પક્ષીઓ આવે છે. તે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઓનલાઈન ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો પણ ઉત્સાહથી જોડાયા હતા.