ભારત સોકા ગક્કાઈ દ્વારા ‘ધ પાવર ઑફ વન: ધ સોલિડેરિટી ઑફ યુથ’ વેબિનાર

અમદાવાદઃ ભારતના યુવા નેતાઓએ ગુરુવારે જણાવ્યું હતું કે વિશ્વને જીવલેણ રોગચાળાના સંકટમાંથી બહાર લાવવા માટે માત્ર યુવાનોની શક્તિ અને જુસ્સો જ શાંતિ અને સંવાદિતાના એક નવા વૈશ્વિક યુગની શરૂઆત કરી શકે છે. ભારત સોકા ગક્કાઈ દ્વારા “ધ પાવર ઑફ વન: ધ સોલિડેરિટી ઑફ યુથ” શીર્ષક હેઠળ આયોજિત વેબિનારમાં બોલતા, તેઓએ કહ્યું કે ભારતે આવા વૈશ્વિક ચળવળનું નેતૃત્વ કરવા અને યુગમાં પરિવર્તન લાવવા માટે વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી હોવાના લાભનો ફાયદો ઉઠાવવો જોઈએ.

વેબિનાર એક અનોખી પહેલ હતી કારણ કે તેમાં સહભાગીઓને યુવા પેઢીને 21 સદીના ટ્રેલબ્લેઝર્સ તરીકે જોવાની વિનંતી કરવામાં આવી હતી. ચાર યુવા પેનલના સભ્યોએ ચર્ચા કરી હતી કે તેઓ કેવી રીતે વધુ સારી દુનિયા બનાવવા માટે ઉચ્ચ મહત્વાકાંક્ષાઓ હાંસલ કરી શકે છે અને તેઓએ કેવી રીતે જબરદસ્ત અવરોધો હોવા છતાં ક્યારેય પોતાનામાં વિશ્વાસ કરવાનું બંધ કર્યું નથી.

પેનલિસ્ટ કરણ જેરાથ (2016 ફોર્બ્સની 30 અંડર 30 એનર્જી લિસ્ટમાં સૌથી યુવા સભ્ય)એ કહ્યું: “યુવાનો એક વણઉપયોગી સંસાધન છે જેની પાસે સમાજમાં સકારાત્મક યોગદાન આપવાની ક્ષમતા છે. BSG મારફત મારી વાર્તા શેર કરી શકવા માટે હું રોમાંચિત છું અને મારા સાથી પેનલના સભ્યો પાસેથી સાંભળવાની રાહ જોઈ રહ્યો છું. હું આશા રાખું છું કે અમે આવનારી પેઢીને તેમના ભવિષ્યને આકાર આપવામાં સક્રિય બનવા માટે સફળતાપૂર્વક પ્રેરણા આપીશું.

વેબિનારમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે એક યુવા બીજા યુવાનો માટે આશાનું કિરણ બની શકે છે – એક શાંતિપૂર્ણ સમાજની સ્થાપના તરફ એક લહેર જેવી અસર પેદા કરે છે.

યુવાનોની શક્તિ અને સાહસમાં કરણની માન્યતા પર ભાર મૂકતાં, પેનલિસ્ટ હેમાક્ષી મેઘાણીએ શેર કર્યું કે તેણે વિદેશમાં અભ્યાસ કર્યો હોવા છતાં, સમાજ સુધારણા અને દેશના દરેક નાગરિક માટે લોકશાહીનું કાર્ય કરવા માટેનો જુસ્સો તેને ભારત પરત ખેંચી લાવ્યો. તેણે ઉમેર્યું: “હું ખરેખર માનું છું કે વિશ્વને એવા નેતાઓની જરૂર છે જેઓ તેમના મગજ, હૃદય અને હાથ એક જ દિશામાં રહે તેવી રીતે સેવા આપે. અમારી પેઢી કેટલાક સૌથી જટિલ પડકારોનો સામનો કરી રહી છે.”

પેનલિસ્ટ મીનલ કરનવાલ, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રોજેક્ટ ઓફિસર, નંદુરબાર, મહારાષ્ટ્રએ જણાવ્યું હતું કે, “હું માનું છું કે જીડીપીના સંદર્ભમાં રાષ્ટ્રો ગમે તેટલા સફળ બને અથવા નીતિઓ કેટલી સારી રીતે ઘડવામાં આવે, જો લોકોના ઈરાદા યોગ્ય ન હોય તો કોઈ પણ વિકાસ એ જેમ આપણે માનીએ છે તેમ નહિ હોય અર્થહીન હશે. એટલે જ આપણને તાકીદે એવી પેઢીની જરૂર છે જે માત્ર વિકાસ જોવા માટે નહીં પરંતુ સાચા હૃદયથી વિકાસ કરવા માટે પ્રયત્નશીલ રહે.”

સુમંત મિશ્રા, ઓલ-ઈન્ડિયા યંગ મેન્સ ડિવિઝન ચીફ, BSGએ ઉમેર્યું, “ગતિશીલ પરિવર્તનના આ યુગમાં, જ્યાં માનવ બુદ્ધિમત્તા અને તકનીકી પ્રગતિમાં વિશ્વ ખૂબ આગળ આવી ગયું છે, ત્યાં માનવતા પોતે અનિશ્ચિતતા અને અંધકારના દ્વાર તરફ જુએ છે. ફક્ત એક જ વ્યક્તિમાં પહેલેથી રહેલી અનંત શક્તિને જાગૃત કરવી અને આવા જાગૃત વ્યક્તિઓની એકતા એ એક નવી સવાર છે, માનવ ગૌરવનો, આશા અને જીવનનો નવો સૂર્યોદય છે!

વેબિનારમાં જોડાવા બદલ યુવા પેનલના સભ્યોનો આભાર માનતા, BSGના ચેરપર્સન વિશિષ્ટ ગુપ્તાએ કહ્યું, “મારા મતે, યુવા હોવું એ કોઈ ઉંમરની વાત નથી. તે આંતરિક શક્તિ અને મનોબળ કેળવવો અને ડગ્યા વિના અથવા પરિવર્તન માટે પ્રતિરોધક બન્યા વિના નવી શક્યતાઓ માટે ખુલ્લા રહેવું છે. યુવાનીનો અર્થ છે આત્મસંતુષ્ટતાને દૂર કરવી અને હંમેશા આગળ વધવું.”

BSG (ભારત સોકા ગક્કાઈ) સોકા ગક્કાઈ ઇન્ટરનેશનલ (SGI) નું ભારતીય જોડાણ છે. જેના ભારતમાં 600 નગરો અને શહેરોમાં સભ્યો છે. જીવનના તમામ ક્ષેત્રોમાંથી આવતા, BSG ના સભ્યો માને છે કે એક વ્યક્તિમાં (‘હુમન રેવોલ્યૂશન’)  મૂળભૂત પરિવર્તન સમાજમાં એક  મોટું પરિવર્તન લાવી શકે છે. સંસ્થા સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સમુદાય સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા શાંતિનું વાતાવરણ ઉભું કરવા માગે છે. જે આ પહેલને અલગ પાડે છે તે છે  ‘હૃદયથી હૃદય’ના સંવાદ દ્વારા દરેક સુધી પહોંચવાની માનવતાવાદ ભાવના.