અમદાવાદ- અભિનેત્રી પાયલ રોહતગી અમદાવાદ સાયબર ક્રાઇમની ઓફિસે પહોંચી એક્ટર એજાઝ ખાન વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. એજાઝ ખાને પાયલની બદનામી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વિવાદિત વીડિયોને સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં પાયલે અમદાવાદ આવીને આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. પાયલ રોહતગી બોલીવુડની જાણીતી અભિનેત્રી છે.
આ પહેલાં જ મુંબઇ પોલિસના સાઇબર સેલ દ્વારા એક્ટર એજાઝ ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે. આ વીડિયોથી એજાઝ પર સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા અને સામાજિક સૌહાર્દનો માહોલ ખરાબ કરવાનો આરોપ લાગ્યો હતો. પોલીસનું કહેવું છે કે તેમની પાસે ફરિયાદ આવી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ થતો એજાઝનો વીડિયો તેમને મળ્યો જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઝારખંડમાં થયેલ તબરેઝ અંસારી મોબ લિન્ચિંગ મામલે ટિકટોકમાં એક વિવાદિત વીડિયો શેર કર્યો હતો. એજાઝ ખાને તે ગ્રુપને સપોર્ટ કર્યો હતો. તે બાદ એજાઝે ફૈઝૂ નામનાં વ્યક્તિની સાથે વીડિયો બનાવીને મુંબઇ પોલીસનો મજાક ઉડાવી હતી. ફૈઝૂ વિરુદ્ધ પહેલાંથી જ ફરિયાદ દાખલ હતી હવે એજાઝ વિરુદ્ધ આરોપ છે તેનાં વિડીયોથી સાંપ્રદાયિકતા ખોરવાવાનો આરોપ છે.