અમદાવાદ: અંબાજી આબુ રોડ હાઈવે માર્ગે પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો. અંબાજીથી આબુરોડ જતો માર્ગ પહાડી અને ઢળાંગ વાળો હોવાના લીધે સુરપગલા નજીક આવેલા વળાંકમાં એક ખાનગી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા 55 મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી હતી. 12 મુસાફરો ઈજાગ્રસ્ત થતા તમામને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અંબાજીથી આબુ રોડ પહાડી વિસ્તાર હોવાથી અવાર નવાર અકસ્માતોના બનાવ બનતા હોય છે. ત્યારે આજે અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર સુરપગલા નજીક આવેલા વળાંકમાં એક ખાનગી બસના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી. રણુજાથી દર્શન કરીને ભક્તો ગુજરાત તરફ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ જગ્યા પર સતત ચોથો અકસ્માતનો બનાવ બન્યાની ઘટના સામે આવી છે. અગાઉ એક બસ અને બે ટ્રક પણ નદીમાં ખાબક્યા હતા. અકસ્માતની જાણ થતાની સાથે રાજસ્થાન પોલીસે રેસક્યુ કામગીરી શરૂ કરી હતી. ગુજરાતના દેરોલના ભક્તો ત્રણ દિવસની યાત્રા ઉપર રાજસ્થાન રણુજા નીકળ્યા હતા. ત્યારે પરત આવતા આબુ રોડ અંબાજી વચ્ચે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.
અંબાજી પાસે બસનો અકસ્માત સર્જાતા બસ નદીમાં ખાબકી હતી. આ બસમાં 55થી વધુ યાત્રિકો સવાર હતા. અંબાજીથી આબુરોડ માર્ગ પર સુરપગલાં નજીક આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં આબુરોડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી સાથે આબુરોડ મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બસમાં 55થી વધુ મુસાફરો સવાર હતા. જેમાંથી બાર જેટલા લોકો ઘાયલ થયા હતા.
