રાજ્યના બનાસકાંઠામાંથી 45 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

ડીસાઃ રાજ્યના બનાસકાંઠામાં પોલીસે 45 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરી છે. પાકિસ્તાની નાગરિકોને પકડ્યા પછી પોલીસે તેમની પૂછપરછ કરી હતી. હાલ બધાને પાકિસ્તાન મોકલવાની તૈયારી ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ પાકિસ્તાનીઓની પાસેથી ખુલાસો થયો છે કે પકડવામાં આવેલા બધા પાકિસ્તાની નાગરિક હિન્દુ સમાજના છે. તેઓ ટુરિસ્ટ વિસા પર બે મહિના માટે ભારત આવ્યા હતા. અહીં આવ્યા પછી તો બધા હરિદ્વાર ગયા હતા. એ પછી ત્યાંથી તેઓ તેમના સગાંવહાલાંને મળવા રાજ્યના બનાસકાંઠા પહોંચ્યા હતા.

એક પોલીસ અધિકારીએ માહિતી આપતાં કહ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે કેટલાક પાકિસ્તાની નાગરિકો બનાસકાંઠામાં રોકાયા છે. અહીં પહોંચીને પાકિસ્તાની નાગરિકોથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમના વિસા એક્સપાયર થઈ ચૂક્યા છે અને તેમણે વિસા માટે અરજી કરી છે. આ નાગરિકોના ટુરિસ્ટ વીઝા પૂરા થાય બાદ પણ માવસારીના આકોલી ગામે ભાગિયા તરીકે ખેતમજૂરી કરતા હતા.

જોકે આ તમામના વિસાનો સમયગાળો પૂરો થવા છતાં તેમને વધુ સમય સુધી રોકાવાના આરોપમાં બધા પાકિસ્તાની હિન્દુઓની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક ઇન્ટેલિજન્સ બ્યુરોના પોલીસ ડિરેક્ટર સંતોષ ધોબીએ કહ્યું હતું કે પાકિસ્તાની નાગરિકોને અકોલી ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેમને પરત મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બધા પાકિસ્તાની નાગરિકોને પાલનપુર હેડ ઓફિસ લઈ જવામાં આવ્યા છે.