વિડીયોઃ જ્યારે સેકંડોમાં દરીયે ગરકાવ થઈ ગઈ ટગ બોટ, 4 ક્રૂમેમ્બરના મોત, 3 બચ્યાં

ભાવનગર– ભાવનગરના ઘોઘાના દરિયાઈ વિસ્તારમાં પિરમબેટ ટાપુ પાસે વરુણ નામની ટગ બોટમાં વિસ્ફોટ થવા બાદ ડૂબી ગઈ હતી. ગઈકાલે થયેલી આ દુર્ઘટનામાં બોટ પર સવાર સાત ક્રૂમેમ્બરમાંથી 4ના ડૂબી જતાં મોત થયાં હતાં અને 3 સભ્યને બચાવી લેવાયાં હતાં.


પિરમબેટ ટાપુ પાસે માલસામાન લઈ જતી વરુણ ટગ બોટ મોટા જહાજ પાસે આવી પહોંચી અને એન્કરિંગ થઈ રહ્યું હતું ત્યારે કોઇ કારણોસર વિસ્ફોટ થયો હતો. જેના લીધે જોતજોતામમાં,  માત્ર 47 સેકન્ડમાં આખી બોટ પાણીમાં ડૂબી ગઇ હતી. ટગ બોટમાં આ સમયે 7 મેમ્બર હાજર હતાં. વિસ્ફોટ જોઈને તરત નાંખવામાં આવેલ લાઈફ જેકેટ લેવાનો સમય પણ તેમને મળ્યો ન હતો અને દરીયામાં બોટની જળસમાધિ થઈ ગઈ હતી. જોકે ત્રણ મેમ્બરનું રેસ્ક્યૂ કરી શકાયું હતું 4 લોકોનાં મોત નિપજ્યા હતાં.
આ બોટ અલંગથી પિરમબેટ ટાપુ આવતા શિપને એન્કરિંગ માટે આવતી હતી. વરૂણ ટગ શિપ એન્કરિંગ તેમ જ શિપને ડીઝલ સપ્લાય કરવાનું કામ કરતી હતી. એમ.વી પોલ નામના જહાજને ડીઝલ અને બોર્ડિંગ કરવા વરૂણ નામની આ ટગ બોટ ગઈ હતી તે દરમિયાન ઘટનાસ્થળે પહોંચતા કોઇ અગમ્ય કારણોસર ટગ બોટમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ઘટનાને પગલે જીએમબીના અધિકારીઓ પિરમબેટ દોડી ગયાં હતાં.