અમદાવાદ – અત્રે નવરંગપુરાસ્થિત હઠીસિંઘ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આવતીકાલ, 20 જૂનથી પેન્ટિંગ્સ અને શિલ્પકૃતિઓના પ્રદર્શન – ’10 મૂડ્સ’નું આયોજન થશે.
સાંજે 6 વાગ્યે આ પ્રદર્શનનું ઉદઘાટન જાણીતા નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ કરશે અને મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે જાણીતા દિગ્દર્શક, લેખક, ગીતકાર અને ચિત્રકાર સંજય છેલ.
આ પ્રદર્શનમાં સંજય છેલ ઉપરાંત ચિંતન ઝાલાવડિયા, જગદીશચંત્ર પટેલ, કમલકાંત, લલિત ગર્ગ, મનોજ સોનારા, નેમા રામ જાંગીડ, સુનિલ શિંદે, તૃપ્તિ રાવલ અને તુષાર મોદી જેવા ચિત્રકારો-શિલ્પકારોનાં પેન્ટિંગ્સ અને શિલ્પકૃતિઓ પણ જોવા મળશે.
પ્રદર્શન 23 જૂન સુધી ચાલુ રહેશે. સમય છેઃ સાંજે 4થી રાતે 8 સુધી.
પ્રદર્શનમાં રજૂ થનાર પેન્ટિંગ્સ અને શિલ્પકૃતિઓ ગુજરાતી અથવા ગુજરાતના ચિત્રકારોનાં છે. નેમા રામ જાંગીડ રાજસ્થાનનાં શિલ્પકાર છે.
(ચિત્રકારો, શિલ્પકારોની કૃતિઓની એક ઝલક)