ગુજરાત ચૂંટણી: કોંગ્રેસે 37 ઉમેદવારોની અંતિમ યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણી : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસે તેની અંતિમ યાદી જાહેર કરી છે. ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસની અંતિમ યાદીમાં 37 ઉમેદવારો છે. આ યાદીમાં શંકરસિંહ વાઘેલાના પુત્રને બાયડ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે તમમ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતર્યું છે.

કોંગ્રેસના દિગ્ગજો ગુજરાત ચૂંટણીમાં ઉતરશે મેદાને

ગુજરાત હાલ ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. હાલ તમામ પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે હવે કોંગ્રેસે તેના સ્ટાર પ્રચારકોની અંતિમ યાદી જાહેર કરી છે. આ  યાદીમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત સહિત 40 મોટા નેતાઓના નામ સામેલ છે. હવે કોંગ્રેસ પણ ગુજરાતના મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં હવે કોંગ્રેસના દિગ્ગજો સભા ગજવશે.