ગુજરાતમાં સરકારી નોકરીની ઇચ્છા ધરાવતા યુવાનો માટે ખુશ ખબર

ગુજરાતમાં સરકારી નોકરીની ઇચ્છા ધરાવતા યુવાનો માટે ખુશ ખબર છે. જેમાં વર્ગ- 3માં ડ્રાઇવર અને વર્ગ-4 સિવાયની હંગામી જગ્યા કાયમી થશે. ત્રણ વર્ષથી અસ્તિત્વ ધરાવતી જગ્યા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. દર વર્ષે નાણાવિભાગની મંજૂરીઓની ઝંઝટમાંથી મુક્તિ આપતો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. તથા વર્ગ-4ની તમામ જગ્યાઓને બાકાત રાખવામાં આવી છે.

નિયમિત પગારની હંગામી જગ્યાને કાયમી જગ્યામાં રૂપાંતરીત કરાશે

ગુજરાત સરકારના વિભાગો અને ખાતા વડાની કચેરીઓમાં વિવિધ સંવર્ગમાં મંજૂર નિયમિત પગારની હંગામી જગ્યાને કાયમી જગ્યામાં રૂપાંતરીત કરવા નાણા વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. મંગળવારે નાયબ સચિવ નિસર્ગ જોષીની સહી પ્રસિધ્ધ ઠરાવથી વર્ગ- 3માં ડાયવર અને વર્ગ- 4 સિવાયની તમામ હંગામી જગ્યાઓ કાયમી કરવાની માર્ગદર્શિકા જાહેર થઈ છે.

કેડર સ્ટ્રેંથની મર્યાદામાં કાયમી જગ્યા તરીકે રૂપાંતરિત કરી શકાશે

હાલમાં હંગામી જગ્યાને પ્રત્યેક વર્ષે અથવા તો સમયમર્યાદા પછી ચાલુ રાખવા માટે વિભાગોને નાણા વિભાગની મંજૂરી લેવી પડે છે. દરવર્ષે થતી આ પ્રક્રિયાને એક જ ઝાટકે દૂર કરવા થયેલા ઉક્ત ઠરાવમાં કહેવાયુ છે કે, જો હંગામી જગ્યા ત્રણ કે તેથી વર્ષથી અસ્તિત્વમાં હશે તો નાણા સલાહકારના પરામર્શમાં તેને જે તે સંવર્ગના કુલ મંજૂર થયેલા કેડર સ્ટ્રેંથની મર્યાદામાં કાયમી જગ્યા તરીકે રૂપાંતરિત કરી શકાશે.

Jobs Hailer ingJob Ads Recruitment And Vacancies

કોઈ સંવર્ગની કેડર સ્ટ્રેંથ 25 હોય અને તે પૈકી 15 જગ્યા કાયમી અને 10 હંગામી

ઉદાહરણ તરીકે કોઈ સંવર્ગની કેડર સ્ટ્રેંથ 25 હોય અને તે પૈકી 15 જગ્યા કાયમી અને 10 હંગામી છે. 10 હંગામી પૈકી પાંચ ભરાયેલી છે તો એ પાંચેય જગ્યાને કાયમી કરી શકાશે. સરકારના આ નિર્ણયથી હંગામી જગ્યાઓ માટે નિયમિત ભરતી થતા આવનારા સમયમાં સરકારી નોકરીઓની તકોમાં વધારો થશે. અલબત્ત આ નિર્ણયથી વર્ગ-4ની તમામ જગ્યાઓને બાકાત રાખવામાં આવી છે. જ્યાં સૌથી વધુ હંગામી જગ્યા છે.