આણંદ ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે 185 ટકા વૃધ્ધિ સાથે નાણાકીય વર્ષ 202223માં 55055 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે જીસીએમએમએફની 185 ટકાની ટર્નઓવર વૃધ્ધિ મહદ્દ અંશે બ્રાન્ડેડ કન્ઝ્યુમર પ્રોડક્ટની માંગમાં વધારાના કારણે જોવા મળી છે 185 ટકા વૃધ્ધિ અમૂલ ફ્રેશ પ્રોડક્ટ કેટેગરીએ 21 ટકાના દરે વૃધ્ધિ નોંધાવીને જીસીએમએમએફના ટર્નઓવરમાં 50 ટકાનું યોગદાન આપ્યું છે અને આઈસ્ક્રીમ રેન્જ 41 ટકાના દરે વૃધ્ધિ પામી છે. અમૂલ ગ્રુપના સભ્ય સંઘોનું પ્રોવિઝનલ ટર્નઓવર 72000 કરોડનો આંક વટાવી ગયું છે. વસ્તીની દ્રષ્ટિએ ટોચના 400 શહેરોમાં વિતરણ નેટવર્ક વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને જીસીએમએમએફે તેની 82 શાખાઓ અને ગોદામોની માળખાકિય સુવિધા વધારીને વર્ષ 202324માં 100થી વધુ કરી છે.
આ શહેરોમાં વિતરકો અને રિટેઈલ વેચાણમાં પણ વધારો થયો છે. 20 ડેરી કંપનીઓમાં 8મું સ્થાન ઈન્ટરનેશનલ ફાર્મ કમ્પેરિઝન નેટવર્કના આંકડા મુજબ GCMMFL દુનિયાની ટોચની 20 ડેરી કંપનીઓમાં 8મું સ્થાન ધરાવે છે. બ્રાન્ડ ફાયનાન્સ 2022ના યુકેના રિપોર્ટમાં જણાવ્યા મુજબ અમૂલ સૌથી સબળ ડેરી બ્રાન્ડ હોવાની સાથે સાથે ભારતમાં વિવિધ પ્રોડકટના વાર્ષિક 2000 કરોડ પેકેટનું વિતરણ કરે છે 18 સભ્ય સંઘોનું બનેલું GCMMFL ગુજરાતના 18600 ગામોમાં 36 લાખથી વધુ ખેડૂત સભ્યો પાસેથી દૈનિક સરેરાશ 270 લાખ લીટર દૂધ એકત્ર કરે છે. ભારતના ટોચના મહાનગરોની દૂધ અને દૂધની પેદાશોની માંગ સંતોષવા માટે GCMMFLના સભ્ય સંઘોએ 98 ડેરી પ્લાન્ટનું નેટવર્ક સ્થાપ્યું છે.13 વિશિષ્ટ ફ્લેવરનો સ્વાદ ઓર્ગેનિક ફૂડ હાઈ પ્રોટીન પ્રોડક્ટ પ્રોબાયોટીક રેન્જ અને તાજી મિઠાઈઓની નવી પ્રોડક્ટ કેટેગરીમાં GCMMFL રોકાણ કરી રહ્યું છે કે જેથી આપણી ભાવિ પેઢીના ગ્રાહકો આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ પ્રોડક્ટમાંથી પોષણ મેળવી શકે.
આ દરેક પ્રોડક્ટ કેટેગરી મારફતે અમૂલ ભારતની સૌથી મોટી ડેરી બ્રાન્ડમાંથી ભારતની સૌથી મોટી ફૂડ એન્ડ બેવરેજીસ એફએમસીજી કેટેગરી બનવા તરફ આગળ ધપી રહી છે. આંતરરાષ્ટ્રિય ગ્રાહકોની સ્વાદ ગ્રંથિઓને ધ્યાનમાં રાખીને GCMMFLએ પૂનામાંઈન્ટરનેશનલ આઈસ્ક્રીમ લોન્જ રજૂ કરી છે કે જ્યાં 13 વિશિષ્ટ ફ્લેવરનો સ્વાદ માણી શકાય છે. 1 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનું આયોજન GCMMFLના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે “અમૂલની પ્રોડક્ટની બજાર માંગમાં અંદાજીત વૃધ્ધિ તથા અમારા ભવિષ્યના માર્કેટીંગના આયોજનો ને અનુલક્ષીને GCMMFL વર્ષ 2025 સુધીમાં 1 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનું આયોજન ધરાવે છે.
નવા બજારોમાં ઉમેરો કરીને તથા નવી પ્રોડક્ટસ રજૂ કરતા રહીને તથા દેશભરમાં નવી મિલ્ક પ્રોસેસીંગ ક્ષમતાનો ઉમેરો કરીને આગામી 7 વર્ષમાં 20 ટકાથી વધુ એકંદર વાર્ષિક વૃધ્ધિ દર પ્રાપ્ત કરવાનું ધ્યેય ધરાવે છે સર્વોચ્ચ ટર્નઓવર ધરાવતી પ્રોડક્ટ જીસીએમએમએફના ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે “અમે તમામ પ્રોડક્ટ કેટેગરીના વેચાણ જથ્થામાં વૃધ્ધિ હાંસલ કરી છે પાઉચમાં વેચાતું દૂધ કે જે સર્વોચ્ચ ટર્નઓવર ધરાવતી પ્રોડક્ટ બની છે તે પ્રોડક્ટે બે આંકડાનો વૃધ્ધિ દર દર્શાવ્યો છે. આ ઉપરાંત બટર ઘી આઈસ્ક્રીમ યુએચટી મિલ્ક ફ્લેવર્ડ મિલ્ક પનીર અને ફ્રેશ ક્રીમમાં પણ બે આંકડાનો વૃધ્ધિ દર જોવા મળ્યો છે.
36 લાખથી વધુ દૂધ ઉત્પાદક
ગુજરાતના 36 લાખથી વધુ દૂધ ઉત્પાદક સભ્યો વતી વાત કરતાં જીસીએમએમએફના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલે દૂધ ઉત્પાદકો સાથે સંકળાયેલી વિવિધ યોજનાઓ મારફતે સતત અને સમયસર સહયોગ આપવા બદલ ગુજરાત સરકાર અને ભારત સરકારનો આભાર માન્યો હતો અહીં એ નોંધવું મહત્વનું છે કે જીસીએમએમએફ દૂધ ઉત્પાદકોને ગ્રાહકોના રૂપિયાનો 80 થી 85 ટકા હિસ્સો સુપ્રત કરે છે અને તે રીતે વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહન પૂરૂં પાડે છે.