ઉર્ફીને ડ્રેસને કારણે રેસ્ટોરન્ટમાં દાખલ થતાં અટકાવાઈ

મુંબઈઃ અભિનેત્રી-મોડેલ ઉર્ફી જાવેદ તેનાં અવનવા અને ચિત્રવિચિત્ર ડ્રેસને કારણે ચર્ચાસ્પદ બની ગઈ છે. હાલમાં જ એને તેનાં એક ડ્રેસને કારણે એક રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરતી અટકાવવામાં આવી હતી. એને લીધે ઉર્ફીએ મોટો તમાશો કર્યો હતો.

ટેલીચક્કર નામના એક પોર્ટલે એના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે. એમાં ઉર્ફી ફોટોગ્રાફરો સાથે મજાક-મસ્તી કરતી દેખાય છે. ત્યારબાદ તે એક રેસ્ટોરન્ટના મેનેજર પર ગુસ્સે થયેલી દેખાય છે. બન્યું એવું કે, ઉર્ફી વિચિત્ર ડ્રેસ પહેરીને તે રેસ્ટોરન્ટમાં ગઈ હતી. પરંતુ મેનેજરે એને તેનાં ડ્રેસને કારણે એને અંદર પ્રવેશવાની મનાઈ ફરમાવી હતી. એને લીધે ઉર્ફી મેનેજર પર ભડકી ગઈ હતી અને એની સાથે દલીલબાજી પર ઉતરી હતી. તે વિડિયો ટેલીચક્કરે પોસ્ટ કર્યો છે અને એ સોશિયલ મિડિયા પર જોરદાર રીતે વાઈરલ થયો છે.

મેનેજરે જ્યારે ઉર્ફીને કહ્યું કે, ‘મેડમ તમે આવા કપડાં પહેરીને અંદર જઈ શકો નહીં.’ ત્યારે મેનેજર પર ગુસ્સે ભરાયેલી ઉર્ફી બોલી, ‘હું કોણ છું એની ખબર છે? મારું નામ ઉર્ફી છે ઉર્ફી. અંદર જઈને જણાવો ઉર્ફી જાવેદ આવી છે.’ તે પછી મેનેજર ઉર્ફીને શાંત કરવાનો પ્રયત્ન કરે છે, પણ ઉર્ફી વધારે ગુસ્સે ભરાઈ હતી.