કોરોના વાયરસના કારણે ટળ્યા આ સ્ટાર્સના લગ્ન

નવી દિલ્હીઃ કોરોના વાયરસનું સંકટ એવું મડરાયું છે કે તે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. આની અસર બોલીવુડ સ્ટાર્સના જીવન પર પડી છે. કોરોના વાયરસના વધતા પ્રભાવને લઈને બોલીવુડ એક્ટર વરુણ ધવન-નતાશા દલાલ અને ઋચા ચડ્ડા, અલી ફઝલે પોતાના લગ્ન પ્રસંગની તારીખો લંબાવવાનો નિર્ણય કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વર્તમાન સ્થિતિને જોતા વરુણ ધવને લગ્ન અત્યારે ટાળવાનો નિર્ણય કર્યો છે. હવે વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન નવેમ્બરમાં જ થાય તેવી શક્યતાઓ છે. આ સાથે જ ઋચા ચડ્ડા અને અલી ફઝલના લગ્નની વાત કરીએ તો બંન્નેએ પોતાના લગ્નની તારીખો એપ્રીલમાં નક્કી કરી હતી પરંતુ કોરોના વાયરસને લઈને બંન્નેએ પોતાના લગ્નની તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે વરુણ ધવન અને નતાશા દલાલે પોતાના લગ્ન થાઈલેન્ડમાં કરવાનો નિર્ણય કર્યો છે. વરુણ અને નતાશાના લગ્ન થાઈલેન્ડમાં થવાના હતા પરંતુ બાદમાં જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગનો પ્લાન કરવામાં આવ્યો હતો. તો ઋચા ચડ્ડા અને અલી ફઝલના લગ્નમાં દિલ્હીમાં થવાના હતા એટલા માટે તેમના લગ્નની તારીખને લંબાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઋચા ચડ્ડા અને અલી ફઝલના લગ્નમાં ઘણા મહેમાન યૂએસ, યૂરોપથી આવવાના હતા જેને લઈને તેમના લગ્નની તારીખો લંબાવી દેવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]