સુશાંતસિંહની ‘છિછોરે’ને અપાયો શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય-એવોર્ડ

નવી દિલ્હીઃ 67મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જાહેર કાર્યક્રમનું આયોજન સોમવારે થયું હતું. કોરોના રોગચાળાને લીધે એ કાર્યક્રમનું એક વર્ષ મોડું થયું હતું. 67મા નેશનલ ફિલ્મ એવોર્ડની ઘોષણા નેશનલ મિડિયા સેન્ટરમાં કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય સૂચના અને પ્રસારણપ્રધાન પ્રકાશ જાવડેકરે નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. આ વર્ષની સૌથી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (હિન્દી)નો એવોર્ડ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘છિછોરે’ને મળ્યો હતો.  અભિનેત્રી કંગના રણોતને ‘મણિકર્ણિકા’ અને ‘પંગા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે હિન્દી ફિલ્મ ‘ભોંસલે’ માટે મનોજ બાજપેયી અને ‘અસુરન’ (તમિળ) માટે ધનુષને સંયુક્ત રૂપથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.   આ સેરેમનીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા 1 જાન્યુઆરી, 2019થી માંડીને 31 ડિસેમ્બર, 2019 સુધી સર્ટિફાઇડ કરવામાં આવેલી ફિલ્મોને એવોર્ડ વિતરણ માટે એન્ટ્રી આપવામાં આવી ગઈ છે. આ એવોર્ડમાં  છેલ્લી એન્ટ્રી 17 ફેબ્રુઆરી, 2020 સુધી રાખવામાં આવી હતી. આ સેરેમની વર્ષ 2020માં થવાની હતી, પણ એને બદલે આજે થઈ હતી.

ફીચર ફિલ્મ કેટેગરી એવોર્ડ્સ

બેસ્ટ ફીચર ફિલ્મઃ ‘મારક્કર અરબિકાદાલિંતે સિમ્હમ’ (મલાયાલમ)

બેસ્ટ એક્ટ્રેસઃ ‘મણિકર્ણિકા’ અને ‘પંગા’ માટે કંગના રણોત

બેસ્ટ હિન્દી ફિલ્મઃ ‘છિછોરે’ (સુશાંત સિંહ રાજપૂત અભિનિત) 

બેસ્ટ એક્ટરઃ હિન્દી ફિલ્મ ‘ભોંસલે’ માટે મનોજ બાજપેયી, ‘અસુરન’ માટે ધનુષને સંયુક્ત રૂપે

બેસ્ટ મેઇલ પ્લેબેક સિંગર- તેરી મિટ્ટી- B પ્રાક

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- પલ્લવી જોશી (તાશકંદ ફાઇલ્સ માટે)

બેસ્ટ ડિરેક્ટરઃ બહત્તર હૂરેં માટે સંજય પૂરણ સિંહ ચૌહાણ.

સ્પેશિયલ મેન્શનઃ બિરયાની, જોનાકી પોરુઆ, લતા ભગવાન કારે, પિકાસો,

બેસ્ટ સ્ક્રીન પ્લે (ડાયલોગ રાઇટર) વિવેક રંજન અગ્નિહોત્રી, તાશ્કંદ ફાઇલ ફિલ્મ માટે

બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મઃ ઙિન્દી ફિલ્મ ‘કસ્તૂરી’.