સલમાન ખાનની ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં 10 એક્ટ્રેસીસ દેખાશે

મુંબઈઃ ડિરેક્ટર અનીસ બઝમીના ડિરેક્શનમાં બનેલી ‘નો એન્ટ્રી’ની સિક્વલ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ને લઈને લાંબા સમયથી ફેન્સ રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન, ફરદીન ખાન, અનિલ કપૂર, ઇશા દેઓલ, લારા દત્તા, બિપાશા બસુ, સેલિના જેટલી જેવા સ્ટાર્સથી બનેલી આ ફિલ્મ 2005માં આવી હતી. હવે 17 વર્ષ પછી આ ફિલ્મની સિક્વલ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં એક બે નહીં, પણ 10 એક્ટ્રેસીસ ખાસ રોલમાં નજરે પડશે.

‘નો એન્ટ્રી’ બોલીવૂડની હિટ કોમેડી ડ્રામા છે, પણ હવે આ ફિલ્મની સિક્વલ માટે અનીસ બઝમી અને સલમાન ખાન બહુ સિરિયસ છે. એની સિક્વલ પર કામ શરૂ થઈ ચૂક્યું છે. બધું સમુંસૂતરું રહ્યું તો આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં શરૂ થઈ જશે.

અહેવાલો અનુસાર ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં 10 એક્ટ્રેસીસ હોવાને લીધે સલમાન ખાન, ફરદીન ખાન અને અનિલ કપૂરનો મુવીમાં ટ્રિપલ રોલ હશે. એટલે કે દરેક કેરેક્ટર સાથે એક એક્ટ્રેસ હશે. જોકે આ ફિલ્મમાં બિપાશા બસુ, લારા દત્તા, સેલિના જેટલી કે ઇશા દેઓલનું પત્તું સાફ થઈ ચૂક્યું છે. જોકે સલમાન અને તેની ટીમ જૂની એક્ટ્રેસીસને લાવવાના દરેક સંભવ પ્રયાસ કરી રહ્યો છે, પણ આ ફિલ્મની ફીમેલ એક્ટર્સને લઈને કોઈ માહિતી નથી મળી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]