સ્વરા ભાસ્કરે પિતાને કહ્યુંઃ ‘મારી ‘રસભરી’ વેબસિરીઝ જોશો નહીં’

મુંબઈઃ ઓનસ્ક્રીન બોલ્ડ ભૂમિકાથી અને રિયલ લાઈફમાં આક્રમક અભિગમને કારણે જાણીતી બનેલી અભિનેત્રી સ્વરા ભાસ્કર કાયમ ચર્ચામાં રહેતી હોય છે. એ હવે તેની નવી વેબસિરીઝ ‘રસભરી’ને કારણે ચર્ચામાં છે. આમાં તે એક બોલ્ડ શિક્ષિકાનું પાત્ર ભજવી રહી છે. આ સિરીઝનું શિર્ષક પણ દર્શકોને ખૂબ પસંદ પડ્યું છે. સ્વરાની ‘રસભરી’ના ટ્રેલરને લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે પણ લોકોએ એને ખૂબ પસંદ કર્યું હતું.

સ્વરા ભાસ્કરની આ સિરીઝ ગઈ કાલથી એમેઝોન પ્રાઈમ વિડિયો પર લોન્ચ થઈ ગઈ છે અને લોકોને બહુ ગમી છે. સ્વરાનાં પિતા ઉદય ભાસ્કરે આ સિરીઝ વિશે કમેન્ટ કરી છે. પરંતુ, સ્વરાએ તેનાં પિતાને આ સિરીઝ ન જોવાની સલાહ આપી છે.

ઉદય ભાસ્કરે ટ્વીટમાં લખ્યું છેઃ ‘સાહસી-બહાદૂર સ્વરા… ગર્વ છે અમને તારા પર… નાની અને મોટી સ્ક્રિન પર છવાઈ જવા માટે.’

સ્વરાએ નટખટતા રીતે તેનાં પપ્પાને જવાબ આપ્યો છે કે, ‘Daddy! 🙏🏽 Please don’t watch it when I’m around…’ (પપ્પા જ્યારે હું તમારી પાસે હોઉં ત્યારે પ્લીઝ આ સિરીઝ ન જોતા). આ સાથે જ સ્વરાએ લાફિંગ અને મંકીવાળું ઈમોજી પણ શેર કર્યું છે. આનાથી સ્પષ્ટ ખ્યાલ આવી રહ્યો છે કે, સ્વરા એનાં પિતા સાથે મજાક કરી રહી છે.

સ્વરાની આ વેબસિરીઝને એમેઝોન પ્રાઈમ પર રીલીઝ કરવામાં આવી છે. આના કુલ 8 એપિસોડ છે. આ વેબસિરીઝનું રેટિંગ ખૂબ ઓછું છે.

આ વેબસિરીઝનું શૂટિંગ મેરઠમાં કરવામાં આવ્યું હતું. આમાં સ્વરા ભાસ્કર એક અંગ્રેજી શિક્ષિકાનો રોલ કરી રહી છે.