ગ્લોબલ ફેસ્ટિવલમાં વિદ્યા બાલનની શોર્ટ ફિલ્મ ‘નટખટ’નો પ્રીમિયર

નવી દિલ્હીઃ આજે ડિજિટલ ફિલ્મ ફેસ્ટિવલમાં નિર્મિત ફિલ્મ ‘નટખટ’ના પ્રીમિયર શો સાથે વિદ્યા બાલન હવે પ્રોડ્યુસર પણ બની ગઈ છે. વિદ્યાએ ‘નટખટ’ નામની એક લઘુ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ આજે ‘વી આર વન: અ ગ્લોબલ ફેસ્ટિવલ’ નામના ડિજિટલ ફિલ્મ સમારોહમાં પ્રદર્શિત કરવામાં આવી.

‘નટખટ’ દ્વારા સમાજને એક સંદેશ

વિદ્યાએ કહ્યું હતું કે કોવિડ-19ને કારણે વિશ્વભરના ફિલ્મ ફેસ્ટિવલ કેન્સલ થઈ ગયા છે આવામાં ‘વી આર વન’ જેવા ડિજિટલ ફેસ્ટિવલ દર્શકો અને ફિલ્મમેકર્સની આશા જીવિત છે. આ પ્લેટફોર્મ પર મારી ફિલ્મ લાવીને હું ખુશ અને ઉત્સાહિત છું. ‘નટખટ’ એક એવા મુદ્દા પર બનેલી છે, જે આ સમયે વધુ જરૂરી છે. આવામાં અમે સમાજને એક મોટો સંદેશ પણ આપ્યો છે.  

આ ફેસ્ટિવલ યુ-ટ્યુબ ચેનલ પર 10 દિવસો સુધી આયોજિત

ડિજિટલ ફિલ્મોનો આ ફેસ્ટિવલ યુ-ટ્યુબ ચેનલ પર 10 દિવસો સુધી આયોજિત કરવામાં આવશે. આમાં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ સિવાય બર્લિન, કાન, વેનિસટોરન્ટો, ન્યુ યોર્ક, BFI લંડન, કાલોર્વી, વૈર અને લોકાર્નો સામેલ થશે.

‘નટખટ’ ફિલ્મ શાન વ્યાસે લખી

લૈંગિક અસમાનતા, દુષ્કર્મ સંસ્કૃતિ અને ઘરેલુ હિંસા જેવા કેટલાય મુદ્દાઓથી અસર કરતી ફિલ્મ પિતૃસત્તા અને મર્દાનગીને સંબોધિત કરે છે. 33-મિનિટની લઘુ ફિલ્મ ‘નટખટ’ને અનુકંપા હર્ષ અને શાન વ્યાસે લખી છે. વિદ્યા ફિલ્મની નિર્માત્રી તો છે, પણ સાથે તે ફિલ્મમાં ‘હીરો’ (મુખ્ય પાત્ર) ભૂમિકામાં પણ નજરે ચઢે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]