પ્રતીક ગાંધીએ રિચા ચઢ્ઢા સાથેનો અનુભવ શેર કર્યો હતો

મુંબઈઃ ડિજિટલ વિશ્વની પકડ હવે લોકોના લિવિંગ રૂમ સુધી પહોંચી ગઈ છે. પોતાના રફ લુક અને શાનદાર એક્ટિંગથી લોકોના દિલ જીતનારા પ્રતીક ગાંધી ફરી એક વાર આવી રહ્યા છે. એક ખાસ વેબસિરીઝ લઈને. ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ની રિલીઝ પહેલાં એક્ટર પ્રતીક ગાંધી સહ-કલાકાર રિચા ચઢ્ઢાની સાથે કામ કરવા વિશેનો અનુભવ શેર કર્યો હતો. ફેન્સને તેમની વેબ સિરીઝનો ઇન્તેજાર છે.

રિચામાં એવી ઘણીબધી બાબતે છો, જેની હું પ્રશંસા કરું છું, પણ તે કામ પ્રત્યે બહુ ગંભીર છે અને તે ઘણા ચોખ્ખા દિલ અને વિચારોવાળી છે. તે જે વિચારે છે એ જ કહે છે. તે કહે છે, જે કંઈ હું કરું છું- એ બહુ ચોકસાઈથી કરું છું. તેનામાં કામ કરવાનું ઝનૂન જોઈ શકાય છે, એમ પ્રતીકે કહ્યું હતું. ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ વિકાસ સ્વરૂપની રસપ્રદ નવલકથા ‘સિક્સ સસ્પેક્ટ્સ’માંથી લેવામાં આવી છે. એની વાત એક હાઇ-પ્રોફાઇલ પ્રધાનના પુત્રની હત્યાની આસપાસ ઘૂમે છે.

આ વેબ સિરીઝના ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા છે. આ પ્રસંગે સિરીઝના ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ કહ્યું હતું કે OTTના આવવાથી એ સારી વાર્તાઓને કહેવાનો સાચો સમય આવી ગયો છે, જેને ફિલ્મને બનાવવામાં કદાચ ડિરેક્ટર અચકાતા હશે. તેમણે ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ને એક શાનદાર સસ્પેન્સ થ્રિલર બતાવી હતી અને એ પણ કહ્યું હતું કે તેમને અપેક્ષા છે કે લોકોને એ જરૂર પસંદ આવશે. પ્રતીક ગાંધી આ વેબ સિરીઝ ચોથી ફેબ્રુઆરીથી ડિઝની + હોટસ્ટાર પર આવશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]