બોલીવૂડની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસ છે કેટરિના કૈફ

મુંબઈઃ બોલીવૂડની ખૂબસૂરત, હસીન અને બહુ વિનમ્ર એક્ટ્રેસ કેટરિના કૈફના ફેન્સ માટે આજનો દિવસ ખાસ છે, કેમ કે કેટરિના કૈફનો જન્મદિવસ છે. અમિતાભ બચ્ચન સ્ટારર ‘બૂમ’થી બોલીવૂડમાં ડેબ્યુ કરનારી કેટરિનાએ વર્ષો સુધી અહીં રાજ કર્યું છે. ચાલો જાણીએ…, કેટરિનાની કેરિયર અને તેના વ્યક્તિગત જીવન વિશે થોડીક અજાણી વાતો…

કેટરિનાનો જન્મ 16 જુલાઈ, 1983એ હોંગકોંગમાં થયો હતો. તેના પરિવારમાં તેની માતા અને અને આઠ ભાઈ-બહેન છે. કેટરિનાની નાની ઉંમરે જ માતાપિતાના છૂટાછેડા થયા હતા. જે પછી કેટરિનાએ 14 વર્ષની ઉંમરે મોડલિંગથી કેરિયરની શરૂઆત કરી હતી. એ પછી તે ભારત આવી. કેટરિનાની માતા ક્રિશ્ચિયન છે અને પિતા મોહમ્મદ કૈફ મુસ્લિમ છે. તેના પિતા બિઝનેસમેન છે, જ્યારે માતા વકીલ અને ચેરિટી વર્કર છે.  

કેટરિનાની મોડેલિંગની કેરિયર દરમ્યાન તેને ‘બૂમ’ માટે પસંદ કરવામાં આવી હતી. તેની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ભલે ફ્લોપ ગઈ હોય, પણ 2003થી તેની ફિલ્મી સફરે આકાશ આંબ્યું છે. એ જ કારણે કેટરિના ફિલ્મ જગતની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસ છે. તે બધા સુપરસ્ટાર્સની ફેવરિટ કો-સ્ટાર પણ છે. કેટરિનાનું નામ સુપર સ્ટાર સલમાન ખાન અને રણબીર કપૂર સાથે જોડાઈ ચૂક્યું છે. કેટરિનાએ એક્ટર વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યાં છે.અહેવાલો મુજબ કેટરિના એક ફિલ્મ માટે રૂ. 10-11 કરોડની ફી વસૂલે છે. કેટરિના આશરે રૂ. 224 કરોડની સંપત્તિની માલિક છે. ફિલ્મો સિવાય કેટરિનાની બ્યુટી પ્રોડક્ટની પણ બ્રાંડ છે અને તે કેટલીય બ્રાંડ એન્ડોર્સમેન્ટ પણ કરતી રહે છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]