લખનઉઃ ફિલ્મનિર્માતા રામ ગોપાલ વર્માની સામે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં રવિવારે કેસ નોંધાયો હતો. તેમની પર આરોપ છે કે તેમણે ટ્વિટર હેન્ડલથી દ્રૌપદી, પાંડવ અને કૌરવને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી. ADCP-સેન્ટ્રલ રાઘવેન્દ્ર મિશ્રા મુજબ ગુડંબાના અર્જુન એન્કલેવ ફેસ દો કુર્સી રોડ પર રહેતા મનોજકુમાર સિંહની ફરિયાને આધારે નોંધવામાં આવ્યો હતો.મનોજના જણાવ્યા મુજબ 22 જૂને રાત્રે પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા રામ ગોપાલ વર્મા દ્વારા વિવાદિત ટ્વીટ કરવામાં આવ્યું હતું. તેમના ટ્વીટનો અર્થ એ હતો કે જો દ્રોપદી રાષ્ટ્રપતિ છે તો પાંડવો કોણ છે? અને એનાથી પણ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે કૌરવ કોણ છે?
મનોજના જણાવ્યા મુજબ હાલ રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે, ત્યારે આવા સમયે જાણીબૂજીને આ પ્રકારના ટ્વીટ કરવા ઠીક નથી. તેમના ટ્વીટથી અનેક લોકો આક્રોશિત અને દુખી છે. અનેક લોકો એ ટ્વીટની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ટ્વીટ એક મહિલાનું અપમાનિત કરવાવાળું છેં. એ સ્રીની લજ્જાનો અનાદરમ કરવાવાળું છે.
If DRAUPADI is the PRESIDENT who are the PANDAVAS ? And more importantly, who are the KAURAVAS?
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2022
આ ટ્વીટર માધ્યમથી કૌરવો અને પાંડવોને ખોટી રીતે રજૂ કર્યા છે. એનાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. ADSPએ જણાવ્યું હતું કે મનોજ પાસેથી સંબંધિત સાક્ષી લેવામાં આવ્યા હતા. આ કેસની તપાસ થઈ રહી છે. હાલમાં રામ ગોપાલ વર્મા દ્વારા નિર્મિત વેબ સિરીઝ આશ્રમ-3 રિલીઝ થઈ છે.