‘ગદર 2’ ટ્રેલર લોન્ચ થયા પછી ફેન્સમાં ખુશીની લહેર

મુંબઈઃ બોલીવૂડ એક્ટર સની દેઓલ અને અમિષા પટેલની આવનારી ફિલ્મ ‘ગદર-2’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર ઝી સ્ટુડિયોએ ગઈ કાલે સાંજે આઠ કલાકે લોન્ચ કર્યું છે. ત્યાર બાદ સવાર સુધી આ ચેનલ પર જ 2.60 કરોડ લોકો એને જોઈ ચૂક્યા છે. આ સિવાય ઝીના પ્લેટફોર્મ પર પણ ટ્રેલરને લાખ્ખો લોકો જોઈ ચૂક્યા છે. આ ટ્રેલર વિશે લોકો સોશિયલ મિડિયા પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલર પછી ફેન્સમાં ખુશીની લહેર છે. આ ટ્રેલરના ડાયલોગ્સની લોકો પ્રશંસા કરતા થાકતા નથી અને કહી રહ્યા છે આ ફિલ્મ બ્લોકબસ્ટર થશે. 

‘ગદર 2’ના ટ્રેલરથી સાફ થાય છે કે ફિલ્મ તારા સિંહ (સની દેઓલ)ના પુત્રના પાકિસ્તાનમાં ફસાઈ જવાની સ્ટોરી છે. જેને લઈને તારા સિંહ પાકિસ્તાન પહોંચે છે અને પાકિસ્તાની સેના સાથે ઘર્ષણમાં ઊતરે છે.

આ ફિલ્મ સની દેઓલની સાથે અમિષા પટેલની પણ મુખ્ય ભૂમિકામાં છે. સની અને અમિષાના પુત્રની ભૂમિકા ઉત્કર્ષ શર્માએ ભજવી છે. અનિલ શર્માના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે.

લોકોને ‘ગદર 2’નું ટ્રેલર પસંદ સોશિયલ મિડિયા પર ફિલ્મના ટ્રેલર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે શું ડાયલોગ છે, ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર ધમાલ કરવાની છે. એકે લખ્યું હતું કે ‘ગદર 2’ જોયા પછી હિન્દુસ્તાન ઝિંદાબાદ બૂમો પાડવાનું મન થાય છે. એક અન્ય યુઝરે કહ્યું હતું કે ટ્રેલર શાનદાર છે. સની દેઓલની એનર્જી ઘણી જોરદાર છે. ‘ગદર 2’ જોવા માટે હવે રાહ નથી જોવાતી.