અજય દેવગનની સિરીઝથી એશા દેઓલ ડિજિટલ ‘ડેબ્યુ’ કરશે

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસીસ એક્ટર અજય દેવગનની વેબ સિરીઝ ‘રુદ્રા-ધ એજ ઓફ ડાર્કનેસ’ સતત ચર્ચામાં છે. બોલીવૂડ એક્ટ્રેસ એશા દેઓલ આ વેબ સિરીઝ દ્વારા ડિજિટલ ‘ડેબ્યુ’ કરવા જઈ રહી છે. આ વેબ સિરીઝ વિશ્વ સ્તરે સફળ બ્રિટિશ શૃંખલા ‘લુથર’ની રિમેક હશે. હું લાંબા સમય પછી અજય દેવગનની સાથે કામ કરવા ઉત્સુક છું. તે ઘણી ફિલ્મોમાં મારા માટે સહ-કલાકાર રહ્યો છે. એક કલાકાર તરીકે હું આવા પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં વિશ્વાસ ધરાવું છું, જે મને કંઈક નવું શીખવામાં મદદ કરે. OTT ક્ષેત્રની શાનદાર સફળતાની સાથે હું આ વેબ સિરીઝ સાથે ડિજિટલ ડેબ્યુ કરવા તૈયાર છું, એમ એશાએ જણાવ્યું હતું.

એક્ટ્રેસ છેલ્લે 2019ની શોર્ટ ફિલ્મ ‘કેકવોક’માં દેખાઈ હતી. આ પહેલેં તે અજયની સાથે ‘मैं ऐसा ही हूं’, ‘एलओसी कारगिल’ અને ‘युवा’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

એશા દેઓલ તખતાનીના ‘રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ’ની સ્ટાર કાસ્ટમાં સામેલ થવાથી અમને ખાતરી છે કે એ વેબ સિરીઝ અમને એક નવા શિખરે લઈ જશે, જે વાર્તાને વધુ રસપ્રદ બનાવશે. ડિઝની + હોટસ્ટારની સાથે લાંબા સમયથી ચાલી રહેલા સંબંધોમાં VIP- અમે એક નોંધપાત્ર સિરીઝના ઉત્કૃષ્ટ પ્રોડક્શનની રાહ જોઈ રહ્યા છે, એમ એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટના CEO સમીર નાયરે જણાવ્યું હતું. તેઓ BBC સ્ટુડિયોઝના સહયોગથી હોટસ્ટાર સ્પેશિયલ સિરીઝના પ્રોડ્યુસર પણ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]