બોમન ઈરાની, અરશદ વારસી લાવે છે કોમેડી-શો

મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતાઓ બોમન ઈરાની અને અરશદ વારસી સાથે મળીને ડિજિટલ પ્લેટફોર્મ પર એક રિયાલિટી કોમેડી શો લાવી રહ્યા છે, જેનું નામ છે, ‘LOL: હસે તો ફસે.’ બોમન ઈરાનીનો દાવો છે કે આ કોમેડી શો એકદમ અલગ ફોર્મેટવાળો હશે, જેમાં 10 જાણીતા ભારતીય પ્રોફેશનલ કોમેડિયન દર્શકોને હસાવશે, એમનું મનોરંજન કરશે.

આ શો એમેઝોન પ્રાઈમ વિડિયો પર રજૂ કરાશે અને તે એક-એક કલાકના એક એવા છ એપિસોડવાળો હશે. એમાં ઈરાની અને વારસી ઉપરાંત આદર મલિક, આકાશ ગુપ્તા, અદિતી મિત્તલ, અંકિતા શ્રીવાસ્તવ, સાયરસ બ્રોચા, ગૌરવ ગેરા, કુશા કપિલા, મલ્લિકા દુઆ, સુનીલ ગ્રોવર, સુરેશ મેનન જેવા અન્ય કોમેડિયનો પણ સામેલ હશે. આ શો 30 એપ્રિલથી પ્રસારિત કરાશે. ઈરાની અને વારસી આ પહેલાં ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘જોલી એલએલબી’ જેવી કોમેડી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]