નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલને લઈને અસમમાં વિરોધ પ્રદર્શન ચરમસીમાએ છે. બુધવારે થયેલા હિંસક પ્રદર્શન બાદ ગુવાહાટીમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમ્યાન ગુવાહાટીમાં 3 પ્રદર્શનકારીઓ મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અસમમાં ચાલી રહેલા આ પ્રદર્શનને લઈને રાજ્યના મુખ્ય ચાર વિસ્તારામોમાં સેનાને ખડકી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓના મોતને લઈને ચોતરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
બોલીવુડ પણ એમાંથી બાકા ત નથી. બોલીવુડ અભિનેત્રી સયાની ગુપ્તાએ પણ ટ્વીટ કર્યું છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
સયાની ગુપ્તાએ તેમના ટ્વીટમાં લખ્યું કે, ‘અમે વિચારતા હતા કે અમારા બધા ભાઈ-બહેનો સુરક્ષિત છે’ તેમજ અન્ય એક ટ્વીટ જે ખુબ વાયરલ થઈ રહ્યું છે તેમાં સયાનીએ લખ્યું કે, ‘ લોકો સત્તાની અંદર બહાર આવતા જતા રહેશે માટે રાજકીય પક્ષો પણ બનશે. પણ આપણે કેટલા સ્થિર રહીશું, આ રાજવ્યવસ્થાના નાગરિક, આ મહાન દેશ જેને આપણે આપણી વિભિન્નતા સાથે રહેવાનું શીખવ્યું અને તેને મનાવવાનું શીખવ્યું. કોઈ પણ સરકાર કે પાર્ટીને લોકો પર હુકમ ચલાવવા નહીં દઈએ’.
ઉલ્લેખનીય છે કે, અસમમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે વાહનવ્યવહાર સેવા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ટ્રેનોની સાથે સાથે ગુવાહાટી અને ડિબ્રૂગઢ જતી અનેક ફ્લાઈટો પણ રદ થઈ છે. તો મેઘાલયમાં પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે જ્યારે, શિલોન્ગને છોડીને રાજ્યનો બાકી હિસ્સો નાગરિકતા સંશોધન બિલ હેઠળ નથી આવતો. શિલોન્ગમાં બે ગાડીઓને આગ ચાંપવામાં આવી.