ત્રણ દેશોએ ‘બેલબોટમ’ ફિલ્મ પર મૂક્યો પ્રતિબંધ

મુંબઈઃ જાસૂસી અને વિમાન અપહરણની ઘટનાઓ પર બનાવાયેલી અને ગયા અઠવાડિયે જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘બેલબોટમ’ની રિલીઝ પર ત્રણ દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. આ દેશો છે – સાઉદી અરેબિયા, કતર અને કુવૈત.

અક્ષયકુમાર, વાણી કપૂર, લારા દત્તા, હુમા કુરેશી અભિનીત આ ફિલ્મને ભારતમાં દર્શકો તથા ફિલ્મ સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મને કોરોનાવાઈરસના નિયંત્રણો વચ્ચે દુનિયાભરમાં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી છે. પરંતુ અખાતના ત્રણ દેશોએ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ફિલ્મ ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરે છે એવો આરોપ મૂકીને સાઉદી અરેબિયા, કતર અને કુવૈતના સત્તાવાળાઓએ આ ફિલ્મને રિલીઝ કરવાનો ઈનકાર કર્યો છે. આ ફિલ્મ 1980ના દાયકામાં ભારતમાં વિમાન અપહરણની અનેક ઘટનાઓ પર આધારિત જાસૂસી થ્રિલર ફિલ્મ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]