ED આજે CM કેજરીવાલની કરી શકે છે ધરપકડ : AAP

દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે સાંભળવામાં આવી રહ્યું છે કે ED સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચશે અને તેમની ધરપકડ કરશે. દિલ્હીના મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અહેવાલો આવી રહ્યા છે કે ED કાલે સવારે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર દરોડા પાડવા જઈ રહી છે. ધરપકડ કરી શકે છે.

 

તમને જણાવી દઈએ કે બુધવારે સીએમ કેજરીવાલ EDના ત્રીજા સમન્સ પર પણ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. એક્સાઇઝ પોલિસી કેસમાં ઇડીએ મુખ્યમંત્રી અરવિંદને સમન્સ જારી કર્યા હતા. તેમણે નોટિસને ગેરકાયદે ગણાવતો લેખિત જવાબ મોકલ્યો હતો. આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલને વારંવાર નોટિસ મોકલવી એ તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવાના ષડયંત્રનો એક ભાગ હતો.

AAPએ કહ્યું કે કેજરીવાલ તપાસ એજન્સીને સહકાર આપવા તૈયાર છે, પરંતુ દાવો કર્યો કે સમન્સ તેમની ધરપકડ કરવાના ઈરાદાથી મોકલવામાં આવ્યા હતા. પાર્ટીએ આરોપ લગાવ્યો કે, “ચૂંટણી પહેલા નોટિસ કેમ મોકલવામાં આવી? આ નોટિસ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા રોકવાનો પ્રયાસ છે.