નવી દિલ્હીઃ દિલ્હીમાં હવા પ્રદૂષણથી રાહત મળતી દેખાઈ રહી નથી. રાજધાનીમાં ઝેરી હવા સાથે ધુમ્મસની જાડી ચાદર છવાઈ ગઈ છે, જેને કારણે સવારે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ પ્રભાવિત થઈ રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા અનુસાર દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) વધીને 286 પર પહોંચી ગયો છે, જ્યારે બુધવારે આ જ સમયે તે 214 નોંધાયો હતો. એટલે કે માત્ર 24 કલાકમાં પ્રદૂષણના સ્તરમાં મોટો વધારો થયો છે.
આશ્ચર્યની વાત એ છે કે મંગળવારે જ દિલ્હીમાં GRAP-3 હેઠળનાં પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારથી હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. આવી સ્થિતિમાં ફરી એક વાર રાજધાનીની હવાની સ્થિતિને લઈને ચિંતા વધવા લાગી છે.દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર
દિલ્હીના અલગ-અલગ મોનિટરિંગ સ્ટેશનોના આંકડા પર નજર કરીએ તો JNUમાં સૌથી વધુ 362 AQI નોંધાયો હતો. આ ઉપરાંત ITOમાં 354, IIT દિલ્હીમાં 313, પંજાબી બાગમાં 314 અને બુરાડીમાં 325 AQI નોંધાયો હતો. આનંદ વિહારમાં હવા ગુણવત્તા સૂચકાંક 265 અને IGI એરપોર્ટની આસપાસ 282 નોંધાયો હતો.
એનસીઆરનાં શહેરોમાં પણ પ્રદૂષણની અસર
દિલ્હીની સાથે-સાથે એનસીઆરનાં શહેરોમાં પણ હવાની ગુણવત્તા ખરાબ રહી છે. આંકડા અનુસાર ગુરુગ્રામમાં AQI 273 નોંધાયો હતો, જ્યારે નોઈડામાં તે 240 રહ્યો હતો. ગાઝિયાબાદનો AQI 222 અને ફરીદાબાદનો 206 નોંધાયો હતો.
VIDEO | Delhi: A thick layer of smog blankets the national capital. Visuals from ITO.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) https://t.co/isPlzHo7ky
— Press Trust of India (@PTI_News) November 19, 2026
JNU અને ITOમાં સૌથી વધુ પ્રદૂષણ
રાજધાનીના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે તમામ વિસ્તારોમાં પ્રદૂષણની અસર એકસરખી નથી. JNU અને ITO જેવા વિસ્તારોમાં AQI 350ને પાર પહોંચી ગયો છે. જ્યારે IIT દિલ્હી, પંજાબી બાગ અને બુરાડીમાં પણ પ્રદૂષણનું સ્તર 300થી વધુ નોંધાયું છે. CPCBના આંકડા અનુસાર દિલ્હીમાં સરેરાશ AQI 286 હોવા છતાં અનેક વિસ્તારોમાં હવાની સ્થિતિ વધુ ખરાબ છે. આવી સ્થિતિમાં લોકોને પ્રદૂષણથી બચવા માટે સાવચેતી રાખવાની જરૂર છે.






