કોંગ્રેસ નેતા બાળાસાહેબ થોરાતે શરદ પવાર સાથે કરી મુલાકાત

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ અઘાડીમાં બેઠકો માટે જંગ જામ્યો છે. જો કે ગઠબંધનના નેતાઓ કહે છે કે મામલો લગભગ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. આજે શિવસેના (UBT) અને કોંગ્રેસ વચ્ચે ઘણી સીટોને લઈને હોબાળો ચાલી રહ્યો છે. આ સંદર્ભે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આજે મહાવિકાસ આઘાડીના નેતાઓને મળવા પહોંચ્યા છે. શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે પોતે આ માહિતી આપી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મળવા આવ્યા

સંજય રાઉતે આ મામલે કહ્યું કે “આજે દિલ્હીમાં રહેલા કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાત સવારે શરદ પવારને મળવા આવ્યા છે. આ પછી તે માતોશ્રી આવશે અને પછી અમે ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના અન્ય નેતાઓ કૉંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરીશું અને પછી જોઈશું કે શું કરવું, પરંતુ અત્યારે બધું બરાબર છે.”

સીએમ શિંદે પર ધારાસભ્યોને પૈસા આપવાનો આરોપ

આગળ સંજય રાઉતે કહ્યું,”ગઈ કાલે બે વાહનો હતા, જેમાં લગભગ 15 કરોડ રૂપિયા હતા. મેં અગાઉ કહ્યું તેમ, એકનાથ શિંદેએ તેમના લોકોને ચૂંટણી જીતવા માટે 50-50 કરોડ રૂપિયાનું વચન આપ્યું હતું, આ 15 કરોડ રૂપિયાની રકમ એજ હતી. બે ગાડીઓ હતી, તેઓએ એક કોલ આવ્યા પછી છોડી દીધા કારણ કે ત્યાં ફરજ પર હાજર ઈન્સ્પેક્ટર પહેલા ધારાસભ્ય હતાં. રાજ્યના 150 જેટલા ધારાસભ્યોને અત્યાર સુધીમાં 15-15 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે.

મોડી સાંજે પૈસા પકડાયા

નોંધનીય છે કે પુણે ગ્રામીણ પોલીસે 21મી ઓક્ટોબરની મોડી સાંજે નાકાબંધી દરમિયાન ખેડ શિવપુર ટોલ બૂથ પર રોકડ જપ્ત કરી હતી. આ કેસમાં પુણે ગ્રામીણ એસપી, પંકજ દેશમુખે જણાવ્યું હતું કે પુણે ગ્રામીણ પોલીસ દ્વારા ખેડ શિવપુર ટોલ નાકા પર નાકાબંધી દરમિયાન કારમાંથી કુલ રૂ 5 કરોડ રોકડા મળી આવ્યા હતા. કારમાં ડ્રાઇવર સહિત ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી. આ રોકડની વધુ તપાસ માટે આવકવેરા વિભાગના અધિકારીઓને સોંપવામાં આવી છે.