નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા જંતર-મંતરને વિરોધ પ્રદર્શન માટેના સત્તાવાર સ્થળની યાદીમાંથી દૂર કરવામાં આવ્યાના એક દિવસ બાદ બુધવારે સવારે CJPના કેટલાક સ્વયંસેવકો પોતાના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસના નેતૃત્વમાં ત્યાં પહોંચ્યા હતા. CJPના સ્થાપક અભિજિત દીપકેએ જંતર-મંતર પર અચાનક કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો વિડિયો પોસ્ટ કર્યો હતો. આ વિડિયોમાં CJPના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા માટે જંતર-મંતર પહોંચવા લોખંડના દરવાજા અને પોલીસના બેરિકેડ પર ચઢતા જોવા મળે છે.
CJPના સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી પોલીસે ફરીથી અટકાયત કરી છે. બંને અજિંક્ય શિંદે સહિત કેટલાક સાથીઓ સાથે જંતર-મંતર પહોંચ્યા હતા. તેમની અટકાયત પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. CJPના સંયોજક અભિજિત દીપકેએ મંગળવારે સવારે જણાવ્યું હતું કે તિરંગો લઈને CJPના કાર્યકરો જંતર-મંતર પહોંચ્યા હતા, પરંતુ દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. સૌરવ દાસ અને આશુતોષ રાંકા સહિત પાર્ટીના અન્ય સભ્યોની પણ અટકાયત કરવામાં આવી હતી.
Cockroaches with the Tiranga sneaked into Jantar Mantar early this morning before they were picked up by Delhi Police.
@AshutoshRanka, @SauravDassss, @AjinkyaCJP along with other team members have been detained.
You cannot denotify the resistance, @narendramodi https://t.co/x7B40akCVO
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 13, 2026
દીપકેએ કહ્યું, “તમે વિરોધનો અવાજ દબાવી શકતા નથી.” દીપકેએ એક તસવીર પણ પોસ્ટ કરી હતી, જેમાં આશુતોષ રાંકા તિરંગો પકડીને ઊભા છે અને તેમની બાજુમાં પોલીસ કર્મચારીઓ જોવા મળે છે. આ તસવીર સાથે દીપકેએ લખ્યું હતું હતું કે જંતર-મંતર પર તિરંગો લહેરાવતા આશુતોષ રાંકા.
જંતર-મંતર પહોંચ્યા CJPના કાર્યકરો
આશુતોષ રાંકાએ અટકાયત અને જંતર-મંતરમાં પ્રવેશવાના અહેવાલો પર પ્રતિક્રિયા આપતાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું, “અંદર જવાના નહોતા, પણ અંદર ઘૂસી ગયા.”
JANTAR MANTAR HAS BEEN RECLAIMED!
WE HAVE ENTERED JANTAR MANTAR AND NOW WE ARE BEING DETAINED!
But this is a message to all of us young gen! We can do it! Gyanu, you’re done bro!
@Cockroachisback https://t.co/swDB6K8kW5
— Saurav Das (@SauravDassss) October 13, 2026
‘જંતર-મંતર પર ફરીથી અમારો કબજો’
સૌરવ દાસે કહ્યું, “જંતર-મંતર પર ફરીથી અમારો કબજો થઈ ગયો છે. અમે જંતર-મંતરમાં પ્રવેશી ગયા છીએ અને હવે અમારી અટકાયત કરવામાં આવી રહી છે. પરંતુ આ તમામ યુવાનો માટે એક સંદેશ છે કે અમે આવું કરી શકીએ છીએ. જ્ઞાનુ, હવે તારી રમત પૂરી થઈ ગઈ છે, ભાઈ.
આ ઉપરાંત, દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલાં વિરોધ પ્રદર્શનોમાં સામેલ કાર્યકરો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને પત્રકારોની અટકાયત તથા તેમની સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલી કથિત ગેરવર્તણૂકના વિરોધમાં પણ આ પ્રદર્શન યોજવામાં આવશે.

