દેશમાં CAA લાગુ, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું

લોકસભા ચૂંટણી 2024 ની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારો કાયદો (CAA) લાગુ કર્યો છે. સરકારે સોમવારે આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. CAAને ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ચાર વર્ષ બાદ તેનો અમલ કરવામાં આવ્યો છે. CAA નિયમો જારી થયા બાદ હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી દસ્તાવેજો વગર આવેલા હિન્દુ અને શીખોને નાગરિકતા મળશે. ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે અરજીઓ સંપૂર્ણપણે ઓનલાઈન મોડમાં સબમિટ કરવામાં આવશે, જેના માટે વેબ પોર્ટલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) હેઠળ ડિસેમ્બર 31, 2014 પહેલાં ભારતમાં સ્થાયી થયેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ સહિત અત્યાચારનો સામનો કરનારા બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. તે ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે. આ બિલ ભારતમાં કોઈપણ લઘુમતી વિરુદ્ધ નથી અને દરેક ભારતીય નાગરિકના અધિકારોનું સમાન રીતે રક્ષણ કરવામાં આવશે.

છ રાજ્યો વિધાનસભામાં CAA વિરુદ્ધ પ્રસ્તાવ મૂકી ચૂક્યા છે

દેશમાં લાગુ નાગરિકતા (સુધારા) બિલ 2019 (CAA) ના વિરોધમાં વિધાનસભામાં છ રાજ્યોમાંથી એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. તેમાં મુખ્યત્વે કેરળ વિધાનસભા, પંજાબ વિધાનસભા, રાજસ્થાન વિધાનસભા, પશ્ચિમ બંગાળ વિધાનસભા, પુડુચેરી વિધાનસભા અને તેલંગાણા વિધાનસભાનો સમાવેશ થાય છે.