નવી દિલ્હીઃ ભારત પાસે કોલસાનો મોટો ખજાનો છે. આપણે દુનિયાના એ દેશોમાં સમાવિષ્ઠ છીએ કે જ્યાં કોલસાનો સૌથી વધારે ભંડાર છે. છતા પણ એ વાત અચંબિત કરે તેવી છે કે આખરે આપણે કોલસાની આયાત શાં માટે કરવી પડે છે? ત્યારે આવો તમને જણાવી કે આપણા દેશમાં જ કોલસાનો આટલો ભંડાર છે છતા પણ આપણે શાં માટે કોલસા બીજા દેશો પાસેથી ખરીદવા પડે છે.
એપ્રિલ 2016માં ઉર્જા પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે, આપણે આવતા 2 થી 3 વર્ષમાં થર્મલ કોલસાની આયાતને પૂર્ણ રીતે રોકવા ઈચ્છીએ છીએ. આ દાવાથી બીલકુલ અલગ ભારતની કોલસાની આયાત આ વર્ષે એપ્રિલમાં ગત વર્ષના આ જ મહિનાના મુકાબલે 13.4 ટકા વધીને 20.72 મિલિયન ટન થઈ ગયું છે. કુલ આયાતમાં નોન-કોકિંગ કોલ અથવા થર્મલ કોલસાનો ભાગ 70 ટકાથી વધારે છે.
પીયૂષ ગોયલે 2019-20 સુધી કોલ ઈન્ડિયા માટે 1 અબજ ટનના ઉત્પાદન સાથે આત્મનિર્ભર થવાનું લક્ષ્ય રાખતા કહ્યું હતું કે અમે કોલસાની આયાતને મંજૂરી ન આપી શકીએ, આપણી પાસે 300 અબજ ટનનો વિશાળ ભંડાર છે. ભારત દુનિયાના સૌથી મોટા કોલસા ભંડાર વાળા દેશોમાં છે, પરંતુ ખનનમાં એકાધિકાર પ્રાપ્ત કોલ ઈન્ડિયા પાવર પ્લાન્ટ્સ, સ્ટીલ પ્લાન્ટ્સ, સીમેન્ટ અને ફર્ટિલાઈઝર્સ યૂનિટની આવશ્યકતાને પૂરી કરવા લાયક ઉત્પાદન નથી કરી શકતી. ફેબ્રુઆરી 2018માં સરકારે પ્રાઈવેટ કંપનીઓને પણ કોલસા ખનની મંજૂરી આપી છે. કોલસા ક્ષેત્રના 1973માં રાષ્ટ્રીયકરણ બાદ આ એક મોટું રિફોર્મ માનવામાં આવી રહ્યું છે.
પૂર્વ કોલસા સચિવ અનિલ સ્વરુપે જણાવ્યું કે કોલસા ઉત્પાદનમાં ઘણી બાધાઓ છે. કોલસા ખનન માટે ભૂમિ અધિગ્રણ, ઘણી મંજૂરી અને કોલસા પરિવહન જેવા પડકારો છે. તેમણે કહ્યું કે આમાંથી કોઈ માટે નીતિમાં હસ્તક્ષેપની નહી પરંતુ જમીન પર એક્શનની જરુરત છે. આ મામલે અદાણી ગ્રુપે કહ્યું કે રેલ ટ્રાંસપોર્ટેશનના પડકારોના કારણે 2021 સુધીની કોલસાની આયાતમાં વધારો થઈ શકે છે.
કોલસાની વધારે આયાત ભલે ભારત માટે માઠા સમાચાર હોય, પરંતુ આ ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણકારો માને છે કે વૈશ્વિક નિર્યાતકો માટે આ વર્ષે ભારત મહત્વપૂર્ણ બજાર હશે કારણ કે ચીન પ્રદૂષણ વિરુદ્ધ જંગના કારણે ઓછા કોલસાની આયત કરશે.