નવી દિલ્હીઃ દુનિયાભરમાં ઘણા સ્પાઈવેર સ્કેન્ડલથી પ્રભાવિત મોબાઈલ યૂઝર્સ બાદ WhatsApp દ્વારા પોતાના યૂઝર્સને સુરક્ષિત રહેવાની રીત જણાવવામાં આવી છે. કંપનીએ સ્પાઈવેર એટેકથી પ્રભાવિત યૂઝર્સને કહ્યું છે કે તેઓ WhatsApp નું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી લે. કંપનીએ એ યૂઝર્સને બે પ્રિકોશનરી ઉપાયોની જાણકારી મેસેજથી આપી છે જે તેમને લાગે છે કે Pegasus સ્પાઈવેરથી પ્રભાવિત છે.
આ રીતે રહો સુરક્ષિત
આ બે ઉપાયો કંઈક આ પ્રકારે છે. પહેલો એ કે હંમેશા WhatsApp ના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરો. બીજો ઉપાય એ છે કે યૂઝર્સ પોતાની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ હંમેશા અપડેટ રાખે. ઈઝરાયલી ફર્મે ગેરકાયદેસર રીતે WhatsApp સર્વર્સમાં Pegasus નામનો સ્પાઈવેર ઉપયોગ કર્યો હતો. આનાથી આશરે 20 દેશોના 1400 જેટલા યૂઝર્સ પ્રભાવિત થયા છે.
વિડીયો કોલથી થાય છે એટેક
એપ પર વિડીયો કોલ દરમિયાન Pegasus ફોનની ઓપરેટિંગ સિસ્ટમ એટેક કરે છે. આનાથી હેકર્સને ફોનના મેસેજ, કોલ્સ અને પાસવર્ડ્સની જાણકારી મળી જાય છે. આ મોબાઈલ ફોનને માઈક્રોફોન બનાવવાનું કામ કરે છે જેનાથી યૂઝર્સની વાતો પણ સાંભળી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્પાઈવેર રાજનૈતિક વિરોધી, પત્રકાર, અને વરિષ્ઠ અધિકારીઓ જેવા લોકોની જાસૂસી કરી રહ્યું છે.
વોટ્સએપે આ એટેકથી પ્રભાવિત થયેલા લોકોને ચોક્કસ આંકડો આપવાની ના પાડી દીધી છે. સાથે જ દાવો કર્યો છે કે દરેક પ્રભાવિત યૂઝર્સને આની જાણકારી આપવામાં આવી છે. વ્હોટ્સએપે કહ્યું છે કે તેમણે પોતાની સિસ્ટમમાં નવા સિક્યુરીટી પ્રોટેક્શન્સ જોડી દીધા છે. સાથે જ લોકોને સુરક્ષિત રાખવા માટે અપડેટ પણ આપ્યું છે.