પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશ સરકારે સંગમ નગરી પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળા માટે 4200 કરોડ રુપિયાની ફાળવણી કરી છે જે 2013ના મહાકુંભના બજેટથી ત્રણ ગણું વધારે છે. પ્રદેશના નાણા પ્રધાન રાજેશ અગ્રવાલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે પહેલાની સરકારે મહાકુંભ 1300 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો. અમે આ રકમને ત્રણ ગણી વધારીને 4200 કરોડ રુપિયાની ફાળવણી કરી છે. તેમણે જણાવ્યું કે કેટલાક અન્ય વિભાગોએ પોતાના દ્વારા ધનની ફાળવણી કરી છે. અગ્રવાલે જણાવ્યું કે આ વર્ષે કુંભ મેળાનું ક્ષેત્ર પણ બે ગણું વધારીને 3200 હેક્ટર કરી દેવામાં આવ્યું છે.
આપને જણાવી દઈએ કે પ્રથમ શાહી સ્નાન પર પ્રયાગરાજમાં રેકોર્ડ સવા બે કરોડ લોકોએ સ્નાન કર્યું. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દાવો કર્યો કે પહેલા શાહી સ્નાનના અવસર પર કુંભ મેળાના ક્ષેત્રમાં સવા બે કરોડ લોકો આવ્યા જે એક રેકોર્ડ છે. તેમણે પ્રયાગરાજ કુંભમાં મકર સક્રાંતીના અવસર પર પહેલા શાહી સ્નાનના સકુશળ સંપન્ન થવા પર તમામ સંતો ધર્માચાર્ય તેમજ શ્રદ્ધાળુઓનો સાધુવાદ કર્યો.
તેમણે કહ્યું કે આસ્થા અને શ્રદ્ધાનું આ આયોજન તમામના સહયોગથી સકુશળ સંપન્ન થયું આ પુનીત કાર્યમાં અખાડાઓ, સાધુ મહાત્માઓ, તીર્થ યાત્રીઓના સહયોગમાં તેમણે આભાર વ્યક્ત કર્યો. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું કે પ્રથમ શાહી સ્નાનના અવસર પર કુંભ મેળા ક્ષેત્ર સહિત પ્રયાગરાજમાં 2.25 કરોડ લોકો આવ્યા જે એક રેકોર્ડ છે. તેમણે મેળા પ્રશાસન સહિત વ્યવસ્થા તેમજ સુરક્ષા સાથે જોડાયેલા વિભાગો, સંસ્થાઓ, સંગઠનો સહિત તમામના પ્રયાસોની સરાહના કરતા એ અપેક્ષા પણ કરી કે જે લગન અને નિષ્ઠાથી તેમણે પોતાના કર્તવ્યોનું નિર્વહન કર્યું તે પ્રકારે સંપૂર્ણ કુંભ મેળા દરમિયાન પણ કરતા રહેશે.