USમાં વિકલાંગોથી વધુ ચાર્જ વસૂલવા બદલ ઉબેર પર કેસ

વોશિંગ્ટનઃ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે રાઇડ-શેરિંગ સર્વિસ ઉબેર ટેક્નોલોજીસ ઇન્ક પર વિકલાંગ લોકોથી વધુ ચાર્જ લેવાના આરોપ બદલ કેસ દાખલ કર્યો છે અને વિકલાંગોને ભેદભાવથી બચાવવા માટે ફેડરલ કોર્ટને કંપનીને કાયદાનું પાલન કરવાનો આદેશ આપવા માટે વિનંતી કરી છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે ઉબેરની નીતિઓ અને વિકલાંગતાને આધારે પ્રતીક્ષા સમય ચાર્જ વસૂલવાની પ્રથાથી દેશઆખામાં કેટલાય પ્રવાસીઓને નુકસાન થઈ રહ્યું છે.

સેન ફ્રાન્સિસ્કોમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં યાત્રીઓને પ્રતીક્ષા સમયનો ચાર્જ વસૂલવાની ઉબેર દ્વારા એપ્રિલ, 2016ની નીતિની સામે છે- એમ કહ્યું હતું. વિભાગે આરોપ લગાવ્યો હતો કે કંપનીની નીતિ વિકલાંગો સાથે ભેદભાવ કરે છે, કેમ કે વિકલાંગ લોકો જેમાં નેત્રહીન અથવા વોકરનો ઉપયોગ કરનારા વિકલાંગ લોકોને ઉબેરમાં બેસવા માટે બે મિનિટથી વધુનો સમય લાગે છે. વિભાગના નાગરિક અધિકાર પ્રભાગ માટે એસિસ્ટન્ટ એટર્ની જનરલ ક્રિસ્ટન ક્લાર્કે કહ્યું હતું કે આ કેસ ઉબેરને વિકલાંગ અમેરિકીઓના જનાદેશના શિસ્તમાં લાવવાનો પ્રયાસ કરે છે અને એક સંદેશ મોકલે છે કે ઉબેર વિકલાંગ પ્રવાસીઓ પાસેથી વધુ ચાર્જ નથી લઈ શકતી, કેમ કે તેમને કારમાં બેસવા માટે વધુ સમયની આવશ્યકતા હોય છે.

વિભાગે કોર્ટને ઉબેરને પ્રતીક્ષા સમય ચાર્જની નીતિમાં ફેરફાર કરવા અને ગેરકાયદે ચાર્જને આધીન લોકોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આદેશ આપવા વિનંતી કરી હતી. કંપનીના પ્રવક્તાનો આ મુદ્દે ટિપ્પણી કરવા માટે સંપર્ક સાધી નહોતો શકાયો.