ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા આ સરળ ઉપાય અજમાવો…

નવી દિલ્હીઃ ક્રેડિટ કાર્ડ લેનાર યુઝર માટે દિન-પ્રતિદિન ખર્ચનું મેનેજમેન્ટ કરવા અને રિવોર્ડ પોઇન્ટ, કેશબેકનો લાભ લેવાનું એક સારું માધ્યમ છે. જોકે દરેક કાર્ડની એક લિમિટ હોય છે. સમયની સાથે ખર્ચ વધારવા માટે કેટલીય વાર લિમિટ વધારવી પડે છે. વળી, ગ્રાહક બેન્કથી ક્રેડિટ લિમિટ વધારવા માટે અરજ કરી શકે છે, જે વ્યક્તિની પ્રોફાઇલ, ક્રેડિટ ટ્રેક રેકોર્ડ અને સિબિલ રેટિંગ જેવા માપદંડો ધ્યાનમાં રાખવામાં આવે છે. આવો, જાણીએ ક્રેડિટ કાર્ડની લિમિટ કેવી રીતે વધારી શકાય?

 

જો યુઝર ક્રેડિટ કાર્ડથી વધુ ખર્ચ કરે છે તો તેના કાર્ડની લિમિટ વધવાની સંભાવના વધુ હોય છે. વળી યુઝર જો ક્રેડિટ કાર્ડના ખર્ચની રકમ નિયમિત ચૂકવતો હોય તો યુઝરને લિમિટ વધવાની શક્યતા છે, એમ સેબી સર્ટિફાઇડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર જિતેન્દ્ર સોલંકી કહે છે.

તેઓ કહે છે કે એક સારા ટ્રેક રેકોર્ડના માધ્યમથી ક્રેડિટ કાર્ડની મર્યાદાને વધારી શકાય છે. કાર્ડ જારી કર્તા કાર્ડધારકની ચુકવણીની ક્ષમતાની સમીક્ષા કરીને યુઝરના જોખમની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. એટલા માટે યુઝર કાર્ડની ચુકવણી સમયસર કરે.

ક્રેડિટ  કાર્ડધારકે સારો સ્કોર બનાવી રાખવાની જરૂર છે. વળી, દરેક કાર્ડની લિમિટ અલગ-અલગ હોય છે. આર્થિક રૂપે જવાબદારી હોવા સાથે એક સ્વસ્થ ક્રેડિટ સ્કોર બનાવી રાખવાથી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવામાં મદદ મળી શકે છે.