નવી દિલ્હીઃ ફૂટવેર રિટેલ મેટ્રો બ્રાન્ડ્સની ઇનિસિયલ પબ્લિક ઓફર (IPO) પ્રાઇમરી માર્કેટમાં 10 ડિસેમ્બરે આવશે. કંપનીએ પ્રારંભિક રીતે તેના હિસ્સાના વેચાણ માટે શેરદીઠ રૂ. 485-500ની પ્રાઇસ બેન્ડ રાખી છે. કંપનીના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ પણ કંપનીના ઇશ્યુને ટેકો આપ્યો છે. કંપનીમાં તેમનો હિસ્સો આશરે 14.73 ટકા છે. જોકે એન્કર રોકાણકારો માટે બોલી નવ ડિસેમ્બરે ખૂલશે.
કંપની IPO થકી રૂ. 295 કરોડના નવા ઇક્વિટી શેર ઇશ્યુ જારી કરશે. કંપની 2.14 કરોડના ઇક્વિટી શેરોને ઓફર ફોર સેલ (OFS) દ્વારા વેચાણ કરશે. કંપનીના પ્રમોટરો આ IPO દ્વારા 10 ટકા હિસ્સાનું એટલે કે 84.2 લાખ શેરોનું વેચાણ કરશે. કંપની IPO દ્વારા પ્રાઇમરી બજાર થકી રૂ. 1039.6 કરોડ એકત્ર કરી રહી છે. કંપનીના IPO સબસ્ક્રપ્શન માટે 14 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે.
કંપની મેટ્રો બ્રાન્ડ્સ હેઠળ દેશમાં મેટ્રો, મોચી, વોકવે અને ક્રોક્સ બ્રાન્ડસ અને અન્ય વેપારી હેતુ માટે નવા ઇશ્યુ થકી ઊભાં થયેલાં નાણાંનો ઉપયોગ કરવા ધારે છે.
નાણાં વર્ષ 2020-21માં કંપનીએ રૂ. 800.06 કરોડ ( રૂ.1285.16 કરોડ) અને રૂ. 64.62 કરોડ (64.62 કરોડ)નો ચોખ્ખો નફો કર્યો હતો. કંપનીએ સપ્ટેમ્બર, 2021ના અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 43.07 કરોડનો ચોખ્ખો નફો કર્યો અને આવક રૂ. 456 કરોડ કરી હતી.