નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની સોશિયલ સિક્યોરિટી સ્કીમ ન્યૂ પેન્શન સિસ્ટમ એટલે કે NPS માં મોટી ક્ષતિ સામે આવી છે. આ ક્ષતિના કારણે લાખો કર્મચારીઓને નુકસાન થઈ શકે છે. આના કારણે સરકારી કર્મચારીઓના એનપીએસ કોર્પસમાં ઓછુ ફંડ જમા રહ્યું છે અને આનાથી રિટાયરમેન્ટ બાદ મળનારુ પેન્શન ઘટી જશે. કેન્દ્ર સરકારે એનપીએસ સ્કીમમાં ક્ષતી પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા પ્રાથમિકતાના આધાર પર આનું સમાધાન કરવાનો નિર્દેશ આપ્યો છે.
PFRDA ના જનરલ મેનેજર આશીષ કુમારે તમામ સરકારી વિભાગોને એક પત્ર લખીને જણાવ્યું છે કે સેન્ટ્ર રેકોર્ડકીપિંગ એજન્સી એટલે કે સીઆરના તમામ રિપોર્ટથી ખ્યાલ આવે છે કે એનપીએસ અકાઉન્ટની સેવામાં ડેટ ઓફ જોઈનિંગ અને પરમેનેન્ટ રિટાયરમેન્ટ અકાઉન્ટ નંબર જનરેશનની ડેટમાં લાંબું અંતર છે. આનાથી અકાઉન્ટ હોલ્ડરને એનપીએસ કોર્પસમાં નુકસાન થઈ રહ્યું છે. પત્રમાં કહેવાયું છે કે આ ગંભીર ચિંતાનો વિષય છે અને આનુ સમાધાન લાવવું જોઈએ.
એનપીએસ મેમ્બર્સનો પરમેનેન્ટ રિટાયરમેન્ટ અકાઉન્ટ નંબર જનરેટ કરવામાં મોડુ થવાથી તેમના એનપીએસ કંન્ટ્રીબ્યુશન અપલોડ કરવામાં મોડુ થાય છે. આનાથી એનપીએસ અકાઉન્ટમાં ઉપ્લબ્ધ ફંડ ઓછુ થઈ જાય છે અને આની સીધી અસર મેમ્બર્સના પેન્શન પર પડશે. એટલે કે તેમને રિટાયરમેન્ટ પછી મળનારું પેન્શન ઓછું થઈ જશે. આનાથી એનપીએસ સ્કીમનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે તે પૂરો નહી થઈ શકે. એનપીએસનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને રિટાયરમેન્ટ પછીની જરુરિયાતોને પૂરી કરવા લાયક પેન્શન ઉપ્લબ્ધ કરાવવાનો છે.