નવી દિલ્હીઃ લોજિસ્ટિક ટેક્નોલોજી પ્લેટફોર્મ શિપરોકેટે કહ્યું હતું કે કંપનીએ ઝોમેટો, ટેમાસેક અને લાઇટરોક ઇન્ડિયાનીની સંયુક્ત આગેવાનીમાં 185 મિલિયન ડોલર (રૂ. 1380 કરોડ) સિરીઝ ઈ-ફન્ડિંગ રાઉન્ડ માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
એ વર્ષે 2021માં શિપરોકેટના ત્રીજા દોરમાં ફન્ડિંગનું પ્રતીક છે, જેનાથી કુલ ફંડ 28 કરોડ ડોલરે પહોંચી ગયું છે. જોકે શિપરોકેટમાં આ મૂડીરોકાણ પછી ઊહાપોહ મચી ગયો છે.
ઇન્ફોસિસના ભૂતપૂર્વ CFO ટીવી મોહનદાસ પાઈએ એક ટ્વીટ કર્યું છે, જે પછી ઝોમેટાના આ ફન્ડિંગ પર બબાલ થઈ છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે જો કોઈ પ્રમોટર અને લિસ્ટેડ કંપની- બંને કોઈ સ્ટાર્ટઅપમાં મૂડીરોકાણ કરે તો એ અનોખો મામલો છે. વાસ્તવમાં લિસ્ટેડ કંપનીના સ્થાપક દીપેન્દર ગોયલે પણ એ સ્ટાર્ટઅપમાં પહેલેથી મૂડીરોકાણ કરેલું છે.
Thanks!Look I do not know you well, know @sbikh better! He is a star and has proven himself! Good to see such principles! Listed start ups should set high standards. Obviously as a pioneer you have to carry the Flag! Maybe that press release should have carried this too! Best https://t.co/t2lusSpvEf
— Mohandas Pai (@TVMohandasPai) December 10, 2021
મોહનદાસ પાઇનો કહેવાનો અર્થ એ છે કે ઝોમેટોના સંસ્થાપક દીપેન્દર ગોયલે પણ શિપ રોકેટમાં મૂડીરોકાણ કરેલું છે. જોકે ગોયલે એ આરોપોનું તરત ખંડન કર્યું હતું અને તેમને કહ્યું હતું કે શિપ રોકેટમાં તેમનું વ્યક્તિગત મૂડીરોકાણ 1,00,000 ડોલર છે અને ઝોમેટોના મૂડીરોકાણ પહેલાં તેમણે રોકાણ વગર નફામાં કાઢી લીધા છે.
વળી, એ સાથે ગોયલે એ તર્ક આપ્યો છે તેમના ખાનગીના રોકાણને કારણે શિપ રોકેટ અને ઝોમેટોને નજીક આવવાની તક મળી છે. તેમણે કહ્યું હતું કે શિપ રોકેટના લાંબા સમયગાળાની સંભાવનાઓને જોઈને બંને કંપનીઓની વચ્ચે સામંજસ્ય બેસાડવાના પ્રયાસો હેઠળ આ પગલું લીધું છે.