મુંબઈ – પરેશ કપાસી ઍન્ડ અસોસિયેટ્સના પરેશ કપાસીનું કહેવું છે કે આવક વેરામાં અપાયેલી રાહતને કારણે મધ્યમ વર્ગના વધુ લોકો રિટર્ન ભરવા પ્રોત્સાહિત થશે. તેને પગલે અકાઉન્ટેબિલિટી વધશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવાને લીધે પગારદાર વર્ગને ઘણો લાભ થશે. બૅન્કોની તથા પોસ્ટ ઑફિસની ડિપોઝિટમાં રોકાણ કરનારા લોકોને ટીડીએસની બાબતે કરાયેલા ફેરફારનો મોટો ફાયદો થશે. અત્યાર સુધી 10,000 સુધી ટીડીએસ ન હતો, હવે 40,000 સુધીની આવક પર ટીડીએસ નહીં કપાય. 2 કરોડ રૂપિયા સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ધરાવતા કરદાતાઓ હવે બે ઘરની ખરીદી માટે તેનો ઉપયોગ કરીને કર બચાવી શકશે. આમ, એક મોટું ઘર વેચીને બે ઘરમાં તેનો લાભ પ્રાપ્ત કરી શકાશે. તળ મુંબઈમાંથી ઘર વેચીને બે ભાઈઓ માટે ઉપનગરોમાં બે ઘર લેનારાઓને આ મોટી રાહત થઈ છે.
કરવેરાના ફેરફારોથી અકાઉન્ટેબિલિટી વધશે
પરેશ કપાસી વધુમાં કહે છે કે આવક વેરામાં અપાયેલી રાહતને કારણે મધ્યમ વર્ગના વધુ લોકો રિટર્ન ભરવા પ્રોત્સાહિત થશે. તેને પગલે અકાઉન્ટેબિલિટી વધશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવાને લીધે પગારદાર વર્ગને ઘણો લાભ થશે. બૅન્કોની તથા પોસ્ટ ઑફિસની ડિપોઝિટમાં રોકાણ કરનારા લોકોને ટીડીએસની બાબતે કરાયેલા ફેરફારનો મોટો ફાયદો થશે. અત્યાર સુધી 10,000 સુધી ટીડીએસ ન હતો, હવે 40,000 સુધીની આવક પર ટીડીએસ નહીં કપાય. 2 કરોડ રૂપિયા સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ધરાવતા કરદાતાઓ હવે બે ઘરની ખરીદી માટે તેનો ઉપયોગ કરીને કર બચાવી શકશે. આમ, એક મોટું ઘર વેચીને બે ઘરમાં તેનો લાભ પ્રાપ્ત કરી શકાશે. તળ મુંબઈમાંથી ઘર વેચીને બે ભાઈઓ માટે ઉપનગરોમાં બે ઘર લેનારાઓને આ મોટી રાહત થઈ છે.