નવી દિલ્હીઃ ટાટા મોટર્સ એક મિલિયન જેટલું વેચાણ કરનારી ભારતની પ્રથમ કાર નિર્માતા બની ગઈ છે. ટાટા મોટર્સ લાઈટ વ્હીકલની સૌથી વધારે વેચાણ કરનારી વિશ્વની 16મી કંપની બની ગઈ છે.
ટાટા મોટર્સે આ સ્થાન ચીની કાર કંપનીઓ Changan અને બે Saic ને પાછળ છોડીને પ્રાપ્ત કર્યું છે. ટાટા મોટર્સે વર્ષ 2018 માં 10,49,253 કાર વેચી, જે વર્ષ 2017 માં આશરે 9,86,853 હતી. ઓટોમોબાઈલ કન્સલ્ટન્સી ફર્મ JATO Dynamics અનુસાર ટાટા મોટર્સ દુનિયાભરમાં શીર્ષ 20 ઓટોમોબાઈલ કંપનીઓમાં ત્રીજી સૌથી તેજ ગતીથી આગળ વધનારી બ્રાંડ હતી. ટાટા મોટર્સના 50 ટકા વ્હીકલનું વેચાણ એકલું ભારતમાં થાય છે. ટાટા મોટર્સ દુનિયાની ટોપ 20 કાર કંપનીઓમાં ત્રીજી સૌથી તેજ ગતિથી આગળ વધનારી બ્રાંડ છે.
JATO ના ગ્લોબલ એનાલિસ્ટ ફેલિપે મુનોજે જણાવ્યું કે આ ભારતીય કંપનીની મોટી ઉપલબ્ધિ છે. આવું પહેલીવાર થયું છે કે, જ્યારે કોઈપણ ભારતીય ઓટો કંપનીએ વિદેશમાં 10 લાખથી વધારે ગાડીઓ વેચી છે. મુનોજે કહ્યું કે 10 લાખ ગાડીઓ વેચવી સારી વાત છે, પરંતુ આ પુરતું નથી. ટાટા મોટર્સ વોલ્યૂમના દ્રષ્ટિકોણથી દેશની સૌથી મોટી કાર કંપની છે, આ દુનિયાની મોટી ઓટો કંપનીઓથી ખૂબ પાછળ છે.
મુનોજે જણાવ્યું કે ટાટા મોટર્સ જાપાનની સુબારુ નજીક પહોંચી રહી છે. તેણે ચીનની કેટલીક ઓટો કંપનીઓને પણ પાછળ છોડી છે. ટાટા મોટર્સની બ્રિટિશ સંસ્થા જેએલઆર દ્વારા પોતાના મોડલ્સની રેન્જ વધારવામાં આવી છે. તેણે નવી ટેક્નોલોજી વાળી કાર લોન્ચ કરી છે. પ્રીમિયમ સેગ્મેન્ટમાં જેએલઆરનો માર્કેટ શેર આશરે 5.5 ટકા છે, પરંતુ ટાટાને બીજા સેગ્મેન્ટમાં પણ વેચાણ વધારવાની જરુર છે.
આપને જણાવી દઈએ કે ટાટા મોટર્સની લક્ઝરી મેકર જેગુઆર લૈંડ રોવરની ચીનની એક લોકલ કંપની વિરુદ્ધ મોટો કેસ જીત્યો છે. આ ચીની કંપની જેએલઆરની 70 લાખ રુપિયાની કારને હૂબહૂ કોપી કરીને વેચી રહી હતી. આની અસર સીધી રીતે ટાટા મોટર્સ પર પડી રહી હતી.