મુંબઈઃ ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વિગીની નાણાકીય ખોટ એક વર્ષમાં બમણી થઈ છે. નાણાકીય વર્ષ 2021માં તેની ખોટનો આંક રૂ. 1,617 કરોડ હતો, જે 2022માં વધીને રૂ. 3,629 કરોડ થયો હતો. તેનો કુલ ખર્ચ પાછલા વર્ષની સરખામણીએ 131 ટકા વધી ગયો હતો. સ્વિગીએ તેનું વાર્ષિક નાણાકીય સ્ટેટમેન્ટ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને સુપરત કર્યું છે. સ્વિગીનો જાહેરખબર અને પ્રચાર પાછળનો ખર્ચ ચાર ગણો વધી ગયો છે. વર્ષ 2022માં તેણે આની પાછળ રૂ. 1,848.70 કરોડ ખર્ચ્યા હતા.
ખોટ બમણી થવાને કારણે સ્વિગી કંપની તેના વધુ 250 કર્મચારીઓ અથવા કુલ કર્મચારીગણમાંથી પાંચ ટકા જેટલાને નોકરીમાંથી છૂટા કરે એવી ધારણા છે. છટણીની શરૂઆત આ જ મહિનાથી કરશે.