નવી દિલ્હીઃ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ચૂકવણી હવે વધારે સુરક્ષિત બનશે. આરબીઆઈએ આના માટે ટોકન કોડ સિસ્ટમની પહેલ કરી છે. આમાં પોઈન્ટ ઓફ સેલથી સ્વાઈપ કરતા કાર્ડ નંબર, સીવીવી અથવા એક્સપાયરી ડેટ, અને પિન જેવી સંવેદનશીલ જાણકારી વિક્રેતાને નહી મળી શકે પરંતુ એક ટોકન નંબર એટલે કે કોડ તેની પાસે આવશે જેના દ્વારા ચૂકવણી થઈ જશે.
સાઈબર વિશેષજ્ઞોનું કહેવું છે કે કાર્ડની મહત્વપૂર્ણ જાણકારીઓની ચોરી કરીને ફ્રોડ કરવાની વધતી ઘટનાઓને જોતા સુરક્ષા મામલે આ એક નવું પગલું ભરવામાં આવ્યું છે. જો કે ગ્રાહકો માટે ચૂકવણીમાં કોઈ મુશ્કેલી નથી. આરબીઆઈએ રુપે, વીઝા અને માસ્ટરકાર્ડને લેણદેણ દરમિયાન ટોકન સર્વિસ શરુ કરવાની મંજૂરી આપી છે.
ટોકન સિસ્ટમ કાર્ડની ડિટેલ્સને ક્યૂઆર કોડની જેમ ઈનક્રિપ્ટેડ યૂનીક નંબરમાં બદલી દે છે. આ કોઈપણ કાર્ડથી કોઈ વિક્રેતાની પીઓએસથી ચૂકવણી દરમિયાન અલગ હશે. પેમેન્ટ પ્રોસેસિંગ કંપની વર્લ્ડલાઈન ઈન્ડિયામાં ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ ડિવીઝનના જનરલ મેનેજર નિરંજન કુમાર ઉપાધ્યાયે કહ્યું કે વિક્રેતા અને સંબંધિત બેંકની જ કોડ સુધી પહોંચ હશે. પ્રાપ્ત વિગતો અનુસાર લેણદેણની રકમ, અને સમય જેવી જાણકારીઓથી લેસ આ કોડનો વિક્રેતા ક્યાંય બીજી જગ્યાએ ઉપયોગ નહી કરી શકે.
મોટાભાગે ઓનલાઈન કંપનીઓ ખરીદદારીના સમયે તમારા કાર્ડની ડિટેલ્સ સેવ કરી લે છે. આવામાં જો તેમની સિસ્ટમમાં પ્રોબ્લમ થાય તો ગ્રાહકોને નુકસાન થઈ શકે છે. જો કાર્ડ ડિટેલ્સ ઈનક્રિપ્ટેડ કોડમાં હશે તો ફ્રોડનો ખતરો ઓછો થઈ જશે.