નવી દિલ્હીઃ સાબુથી લઈને એરોસ્પેસ બિઝનેસ સુધી સક્રિય બિઝનેસ ગ્રુપને કન્ટ્રોલ કરનારો ગોદરેજ પરિવાર કેટલાક ફેમિલી એગ્રીમેન્ટ્સમાં બદલાવ કરવાનો વિચાર કરી રહ્યા છે. પરિવારમાં ભવિષ્યની વ્યાપારી રણનીતિને લઈને મતભેદો સપાટી પર આવી રહ્યાં છે. મુખ્ય કંપની ગોદરેજ એન્ડ બોય્ઝના કેટલાક પ્લોટ્સ પર પણ જમશેદ ગોદરેજ અને પિતરાઈ ભાઈઓ સહિત નાદિર ગોદરેજના અલગ અલગ મત સામે આવી રહ્યા છે. પરિવારના સભ્યોમાં આ જ મતભેદો પર કેટલાક ફેમિલી એગ્રીમેન્ટ્સમાં બદલાવ કરવા મામલે વિચાર કરવામાં આવી રહ્યાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એવું લાગી રહ્યું છે કે ગોદરેજ એન્ડ બોય્ઝ પાસે પરિવારની વધારે લેન્ડ હોલ્ડિંગ્સ હોવા અને ગ્રુપની લિસ્ટેડ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝના કોમર્શિયલ ઉપયોગને લઈને વિવાદ છે. જમશેદ ગોદરેજ પરિવાર પ્લોટ્સના વધારે ડેવલપમેન્ટના પક્ષમાં નથી, તો આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદીર ગોદરેજનો મત અલગ જ છે. ગોદરેજ પ્રોપર્ટીઝે સાર્વજનિક રુપે કહ્યું હતું કે તેઓ મુંબઈમાં એક મોટા ડેવલપર બનવા ઈચ્છે છે. એક અધિકારીએ જણાવ્યું કે મોટાભાગે રણનીતિ પર વિવાદ નથી પરંતુ આદિના કઝીન જમશેદે ચિત્ર સ્પષ્ટ કરવા જણાવ્યું છે, તેમના સંતાનો હવે સક્રિય ભૂમિકામાં નથી.
જમશેદ ગોદરેજના દીકરા નવરોઝ ગોદરેજે ગોદરેજ એન્ડ બોએસમાં એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરનું પદ છોડી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે આની કમાન તેમના હાથમાં જશે. જો કે તેમના પદ છોડવાથી નાયરિકા હોલ્કરના લીડરશીપ રોલમાં જવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. ગ્રુપના એક પ્રવક્તાએ કહ્યું કે પરિવારના બંને પક્ષ ગુરુવારના રોજ એક નિવેદન જાહેર કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર થોડી વાતચીત થઈ છે. આ જટિલ સ્ટ્રક્ચર છે. મેન હોલ્ડિંગ કંપની ગોદરેજ એન્ડ બોય્ઝ પર ગોદરેજ પરિવારનું નિયંત્રણ છે. આ કંપની પાસે ખૂબ જમીન છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર પરિવારે કેટલાક ફેમિલી એગ્રીમેન્ટ્સમાં બદલાવની જટિલ પ્રક્રિયા સમજવા અને નવા કરાવા માટે બહારી સલાહકારોની મદદ માંગી છે. પરિવારે કોટક મહિન્દ્રા બેંકના એમડી અને સીઈઓ ઉદય કોટક પાસે મદદ માગી છે.