નવી દિલ્હી- માર્કેટ રેગ્યુલેટર સેબી રોકાણકારોની સુરક્ષા માટે વિશેષ પહેલ કરી રહી છે. આ અંતર્ગત કંપનીઓમાં ઇનસાઇડર ટ્રેડિંગ વિશે જાણકારી આપનારા લોકોને 1 કરોડ રૂપિયા સુધીનું ઇનામ મળી શકે છે. ગોપનીય જાણકારી આપવા માટે એક અલગ હોટલાઇન પણ રાખવામાં આવશે. તપાસમાં સહયોગ કરવા પર સામાન્ય ભૂલો માટે માફી અથવા સમાધાન કરાર પણ થઈ શકે છે.
મહત્વનું છે કે, જ્યારે કંપનીના મેનેજમેન્ટથી સંકળાયેલ વ્યક્તિ અંદરની જાણકારી પ્રમાણે શેર ખરીદે અથવા વેચાણ કરીને કમાણી કરે છે તો તેને ઇનસાઇડ ટ્રેડિંગ અથવા તેને બાતમીદાર વ્યવસાય કહે છે. આનાથી કંપની પર ભરોસો કરનારા રોકાણકારોને નુક્સાન થાય છે. હવે રોકાણકારોના આ નુકસાનને બચાવવા માટે સેબી કંપનીઓ પર કડક વલણ અપનાવવાની તૈયારી કરી રહી છે.
ક્રેડિટ રેટિંગ એજેન્સીઓ પર પણ સખ્ત નજર રાખવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં નગર નિગમો દ્વારા ધન સંસાધન મેળવવા જાહેર કરાયેલા મ્યુનિસિપલ અથવા ‘મુની બોન્ડ’ના મામલામાં પણ નિયમોને સરળ બનાવવા પર પણ નિર્ણય લઇ શકે છે. જો આવુ થયું તો મ્યુનિસિપાલિટીઝની જેમ કામ કરતા અન્ય ઉદ્યોગો અથવા સંસ્થાઓ પણ ‘મુની બોન્ડ’ જાહેર કરીને ભંડોળ એકત્રિત કરી શકશે અને તેમને શેર માર્કેટમાં લિસ્ટેડ કરવામાં આવશે. ન્યૂઝ એજેન્સી પીટીઆઇ અનુસાર, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને સેબી બોર્ડ ઓફ ડાયરેક્ટરની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
ક્રેડિટ રેટિંગ એજન્સીઓ પર સખ્ત વલણ શા માટે?
હક્કીકતમાં દેવામાં ડૂબેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (IL&FS) ના મામલામાં રેટિંગ એજેન્સીઓની ભૂમિકા શંકાનાં ઘેરામાં છે. કેટલીક રેટિંગ એજેન્સીઓ પર આરોપ છે કે તેમણે કંપનીના જોખમ વિશે જણાવ્યું નથી અને વધારીને રેટિંગ આપ્યું. સેબીનો હવે રેટિંગ એજેન્સીઓને લઇ પોતાના નિયમોમાં સંશોધનનો પ્રસ્તાવ છે. આ એજન્સીઓ હવે એ સ્પષ્ટ કરવું પડશે કે, તેઓ કોઇ લિસ્ટેડ અથવા નોન-લિસ્ટેડ કંપનીઓનું રેટિંગ આપતા પહેલા તેમના વર્તમાન અને ભવિષ્યમાં લેવામાં આવનાર લોન અંગે સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત કરશે.