નવી દિલ્હીઃ સરકારે પેન્શન નિયમો બદલી નાંખ્યા છે. સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલા પેન્શન સંશોધન અનુસાર, જો કોઈ સરકારી કર્મચારીનું નોકરીના સાત વર્ષથી ઓછી ઉંમરમાં નિધન થઈ જાય, તો હવે તેના પરિવારને એક ઓક્ટોબર 2019થી ઉપ નિયમ (3) અંતર્ગત વધેલા દર પર પેન્શન મળશે.આનાથી લાખો સરકારી કર્મચારીઓને ફાયદો થશે. આનો લાભ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનોની વિધવાઓને પણ મળવાની આશા છે.
મૃત્યુ પર ગ્રેચ્યુટીના સંદર્ભમાં ગ્રેચ્યુટીની રાશિ કાર્યાલયના પ્રમુખ દ્વારા તેના સમગ્ર સેવાકાળ વિશે જાણકારી અને વેરિફિકેશન બાદ નક્કી કરવામાં આવશે. કાર્યકાળ પ્રમુખ અસ્થાયી મૃત્યુ ગ્રેચ્યુટીની પેમેન્ટની તારીખથી 6 મહિનાની અંદર આ રકમને નક્કી કરશે.
કર્મચારી અને જાહેર ફરિયાદ તથા પેન્શન મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે સરકારનું માનવું છે કે પારિવારિક પેન્શનના વધેલા દરથી કોઇ સરકારી કર્મચારીના પોતાના કરિયરની શરૂઆતમાં મૃત્યુ થવાની સ્થિતી વધુ જરૂરી છે કારણ કે શરૂઆતમાં તેનું વેતન પણ ઓછુ હશે.